Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપચૂંટણીમાં મળેલી જીત નવી શરૂઆત : રવિશંકર

ઉપચૂંટણીમાં મળેલી જીત નવી શરૂઆત : રવિશંકર

ભાષા

નવી દિલ્હી , મંગળવાર, 15 સપ્ટેમ્બર 2009 (11:07 IST)
લોકસભામાં મળેલા પરાજય અને આંતરિક કલેશ બાદ ઉપચૂંટણીમાં મળેલી જીતે અંતે ભાજપના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. પાર્ટીએ ગુજરાત વિધાનસભાની પાંચ સીટો, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં એક-એક સીટ પર જીત મેળવી છે. પાર્ટીએ તેને વિજયની નવી શરૂઆત જણાવી.

ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું એવું લાગે છે કે, આ વિજયની નવી શરૂઆત છે. આ એમસીડી ચૂંટણીમાં જીત સાથે શરૂ થઈ. ' અમે ભવિષ્યને નવી આશાઓ સાથે જોઈ રહ્યાં છીએ.'

પ્રસાદે જણાવ્યું કે, ગુજરાતમાં પાર્ટીએ રાજકોટ જિલ્લાની જસદણ સીટ જીતી જેને આઝાદી બાદ અત્યાર સુધી કોઈ જીતી શક્યું ન હતું. 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં યોજાયેલી ઉપચૂંટણીમાં ભાજપે સાતમાંથી પાંચ પર વિજય પ્રાપ્ત કર્યો. તેમાં કોંગ્રેસ પાસે પહેલેથી છ અને ભાજપ પાસે એક સીટ હતી.

Share this Story:

Follow Webdunia gujarati