Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉદ્ધવ ઠાકરેએ છોડ્યુ મોદી પર તીર, બોલ્યા મોદીની નજર લાલ કિલ્લા પર ...

ઉદ્ધવ ઠાકરેએ છોડ્યુ મોદી પર તીર, બોલ્યા મોદીની નજર લાલ કિલ્લા પર ...
, શનિવાર, 17 ઑગસ્ટ 2013 (14:08 IST)
P.R
શિવસેનાએ નરેન્દ્ર મોદી પર એક નવુ તીર છોડ્યુ છે. મોદીના ભાષણની આલોચના કરતા ઉદ્ધવ ઠાકરેએ શિવસેના મુખપત્ર સામનામાં વ્યંગ્ય કર્યુ છે કે જે રીતે પ્રધાનમંત્રીની આલોચના કરે છે, એવુ લાગે છે કે તેઓ સત્તામાં આવતા જ બધુ ઠીક થઈ જશે.

લાલકૃષ્ણ અડવાણીનો હવાલો આપતા 'સામના'માં લખ્યુ છે કે સ્વતંત્રતા દિવસના દિવસે એવી આલોચનાથી બચવુ જોઈતુ હતુ. ઉદ્ધવ ઠાકરેએ લખ્યુ, 'પીએમની આલોચનાને લઈને મોદી વિવાદોથી ઘેરાય ગયા છે જો કે મનમોહન સિંહ એક એવી વ્યક્તિ છે જેમની આલોચના થવી જોઈ,પણ અડવાણી પોતે કહી ચુક્યા છે કે સ્વતંત્રતા દિવસના દિવસે આવી આલોચનાઓથી બચવુ જોઈતુ હતુ.'

સામનામાં આગળ લખ્યુ છે, 'મોદીએ પ્રધાનમંત્રીની મજાક બનાવી. મોદીએ કહ્યુ કે જો ગુજરાત અને દિલ્હીમા રેસ થતી હોય તો ગુજરાત જીતશે, પણ રોચક વાત એ છે કે તેના પર મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી શુ કહે છે, તેમા કોઈ શક નથી કે મોદીના રાજમાં ગુજરાતમાં વિકાસ થયો છે, પણ જ્યારે વાત દિલ્હીમાં રેસની આવે તો હંમેશા એવુ નથી હોતુ કે ફ્રંટ રનર જ જીતે.

ઉદ્ધવના મુજબ 'આક્રમક શૈલી મનમોહન સિંહને સૂટ નથી કરતી અને મોદી સીધા ભાવનાઓ પર પ્રહાર કરે છે. પણ અડવાણી ખુદ આ વાત પર પ્રશ્ન ઉઠાવી ચુક્યા છે કે સ્વતંત્રતા દિવસ પર આ રીતે પીએમ પર વાર કરવો યોગ્ય હતો, અડવાણી દેશભક્ત હોવાની સાથે અનુભવી પણ છે, બીજેપી આજે તેમના દમ પર અહી સુધી પહોંચી છે. અડવાણી હંમેશાથી નેશનલ પોલિટિક્સમાં લિપ્ત રહે છે, તેથી તેમનો ખુદનો નેશનલ દ્રષ્ટિકોણ પણ છે.

ઉદ્ધવે મોદીની તુલના એચડી દેવગૌડા સાથે કરતા કહ્યુ કે જે રીતે દેવગૌડા મુખ્યમંત્રી પરથી સીધા પ્રધાનમંત્રી બની ગયા હતા એ જે રીતે મોદી પણ દિલ્હીની ગાદી વિશે વિચારી રહ્યા છે. પણ આ તેમની અંદરની વાત છે. મોદીએ કોંગ્રેસ વિરુદ્ધ ચિનગારી ચાંપી દીધી છે, પણ ઘણીવાર ચિંગારી લગાવનાર પોતે જ બળી જાય છે. મોદી ખુદ સમજદાર છે, તેમને સલાહ આપવાની જરૂર નથી, હિન્દુત્વના ઘોડા પર સવાર થઈને મોદી લાલ કિલ્લા પર નજર માંડીને બેસ્યા છે. '

Share this Story:

Follow Webdunia gujarati