Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉજ્જૈનમાં આસારામ આશ્રમ પર સાધુઓનો કબજો ! !

ઉજ્જૈનમાં આસારામ આશ્રમ પર સાધુઓનો કબજો ! !
સૂરત. , ગુરુવાર, 21 એપ્રિલ 2016 (14:29 IST)
આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈ ફરી મુસીબતમાં છે. માહિતી મુજબ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ એ 2500 કરોડ રૂપિયાની સંપત્તિની રિપોર્ટ તૈયાર છે. જેના આધાર પર તેમની પાસેથી 750 કરોડ રૂપિયાથી વધુની વસૂલી કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે આસારામ-નારાયણ પર 750 કરોડ રૂપિયાનો ટેક્સ લગાવવા માટે ઈનકમ ટેક્સ ઓફિસરોએ દેશભરમાં તેમની 100થી વધુ સંપત્તિનુ પ્રોવિઝનલ અચેટમેંટ તૈયાર કર્યો છે. તેમા જમીન-પ્લોટ સામેલ છે. 
 
તેનો મતલબ એ છે કે  તેને વેચી નથી શકાતી. અટેચ સંપત્તિની બજારમાં કિમંત 1500થી 2000 કરોડ રૂપિયા છે. સર્ચ ઓપરેશનનો આંકડો સામેલ કરવામાં આવે તો આ બેવડી થઈ શકે છે. બીજી બાજુ ઉજ્જેનમાં સિંહસ્થ શરૂ થતા પહેલા સાધુઓએ આસારામના આશ્રમ પર કબજો કરી લીધો અને ત્યા આસારામના બધા પોસ્ટર ફાડી નાખ્યા. 
 
ઉજ્જૈનના મંગલનાથ જોનમાં આસારામ બાપૂના આશ્રમ પરથી બુધવારે સવારે 10 વાગ્યે શ્રી પંચ રાધાવલ્લભી નિર્મોહી અખાડાના સાધુઓએ પોસ્ટર હટાવી દીધા. તેમણે આશ્રમનું ગંગાજળથી શુદ્ધિકરણ કર્યુ. તેમનુ કહેવુ છે કે આ ભૂમિ અનાદિકાળથી અખાડાની છે. અહી સિંહસ્થ દરમિયાન કોઈ બીજુ પૂજા-પાઠ નથી કરી શકતુ. જેને લઈને થોડીવાર સુધી આસારામ સમર્થકો અને સાધુઓ વચ્ચે જોરદાર વિવાદ થયો. 

Share this Story:

Follow Webdunia gujarati