Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈસરોનું મંગળ મિશન 2013-2015 ની વચ્ચે

ઈસરોનું મંગળ મિશન 2013-2015 ની વચ્ચે

ભાષા

પણજી , સોમવાર, 31 ઑગસ્ટ 2009 (17:06 IST)
ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઈસરો) ના પ્રમુખ જી માધવન નાયરે આજે કહ્યું છે કે, ભારતનું મંગળ મિશન 2013 અને 2015 વચ્ચે મૂર્ત રૂપ લેશે.

તેમણે કહ્યું કે, અમે વિભિન્ન વૈજ્ઞાનિક સમુદાયોના પ્રસ્તાવોનું આહ્વાન કર્યું છે. તે જે પ્રકારના પ્રયોગોના પ્રસ્તાવ આપશે અમે મિશનની યોજના તૈયાર કરવામાં સક્ષમ થઈશું. નાયરે કહ્યું કે, મિશન હજુ અવધારણાના સ્તર પર છે અને તેને ચંદ્રયાન.2 બાદ પાર પાડવામાં આવશે.

તેમણે કહ્યું કે, બે વર્ષમાં એક વખત આપને મિશન માટે અવસર મળે છે. ઈસરો અધ્યક્ષ ગ્રહ અભિયાનો પર થઈ રહેલા આઠમાં આંતરરાષ્ટ્રીય સમ્મેલનની મેજબાની માટે હાલ ગોવામાં છે.

તેમણે કહ્યું કે, ચંદ્રયાન.1 ની જેમ સ્પેસ ઓડીસી સાથે મંગળ અભિયાન પણ ઓછું ખર્ચાળ હશે. ચંદ્રયાન.1 પર 10 કરોડ ડોલરથી ઓછી રકમ ખર્ચ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati