Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આસારામ બોલ્યા હું વૃદ્ધ છુ મને પણ બેલ આપો

આસારામ બોલ્યા હું વૃદ્ધ છુ મને પણ બેલ આપો
, શુક્રવાર, 8 મે 2015 (11:52 IST)
ગુરૂકુળની સગીર વિદ્યાર્થીની સાથે રેપ કેસના દોષી આસારામને આશાની કિરણ દેખાય રહી છે. આસારામે ગુરૂવારે ન્યાયાલયમાં રજુ થયા.  કોર્ટની બહાર આવતા તેમણે મીડિયા કર્મચારીઓ સામે સલમાનની સજા મામલે પોતાની પ્રતિક્રિયા આપી. આસારામે કહ્યુ કે બેલ શુ છે. હવે જુઓ સલમાનને જેલ પણ થઈ ગઈ અને બેલ પણ થઈ ગઈ. હુ વૃદ્ધ થઈ ગયો પણ મને નથી મળી. મને પણ મળી જશે. એટલુ કહી તે પોલીસની ગાડીમાં બેસીને પરત જેલ રવાના થઈ ગયા.
 
કોર્ટમાંથી બહાર આવ્યા પછી આસારામે પોતાના સમર્થકોનુ અભિવાદન સ્વીકાર કર્યુ. તેમણે સમર્થકોને કહ્યુ કે તેમના નામથી કોઈને પૈસા ન આપશો.  જો કોઈ તેમના નામે પૈસા માગે તો તેની ફરિયાદ તરત પોલીસને કરો.  ઉલ્લેખનીય છે કે આસારામ સપ્ટેમ્બર 2013થી જોઘપુર જેલમાં બંધ છે. જામીન માટે આસારામ સેશન કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીનો દરવાજો ખટખટાવી ચુક્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati