Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આરોપ સાબિત થયો તો રાજનીતિમાંથી સંન્યાસ લઈશ - રાજનાથ

આરોપ સાબિત થયો તો રાજનીતિમાંથી સંન્યાસ લઈશ - રાજનાથ
, બુધવાર, 27 ઑગસ્ટ 2014 (15:41 IST)
ગૃહ મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને લઈને છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી અફવાઓ પર પહેલીવાર ગૃહમંત્રીએ પોતાનુ મૌન તોડ્યુ છે. તેમને કહ્યુ કે જે આરોપ લાગી રહ્યા છે જો તે સાબિત થશે તો હુ સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઈ લઈશ. આ દરમિયાન સહયોગી ચૈનલ ટાઈમ્સ નાઉએ દાવો કર્યો છે કે આ સંપુર્ણ રીતે અફવાનો મામલો નથી. ચેનલ મુજબ રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહના રાજનીતિક આચરણ અને બિઝનેસ ડીલ્સને લઈને સરકારની તરફથી વાત કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયે પણ નિવેદન રજૂ કરી અફવાઓને બેબુનિયાદ બતાવી છે.  
 
પીએમઓ તરફથી પ્રેસમા રજૂ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, રિપોર્ટ સંપૂર્ણ રીતે નિરાધાર છે. ચરિત્ર હનન અને સરકારને બદનામ કરવાના ઉદ્દશ્યથી પ્રેરિત થઈને આ કરવામાં આવી રહ્યુ છે. જેઓ આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા છે તેઓ દેશનુ નુકશાન કરી રહ્યા છે.  
 
રાજનાથ સિંહે કહ્યુ, છેલ્લા 15-20 દિવસથી મારા અને મારા પરિવારના વિરુદ્ધ અફવાઓ ચાલી રહી હતી. શરૂઆતમાં મે વિચાર્યુ કે અફવાઓનું કોઈ ભવિષ્ય નથી હોતુ અને સમય સાથે જ એ સમાપ્ત થઈ જશે. પણ મે જોયુ કે લગાતાર આ અફવાઓ વધતી જઈ રહી હતી. તેથી મેં પ્રધાનમંત્રી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને આની માહિતી આપી.  તેમના કહેવા મુજબ પ્રધાનમંત્રીએ પણ આ અફવા પર આશ્ચર્ય થયુ છે. 
 
છેલ્લા કેટલાક દિવસોથી રાજનીતિક વર્તુળોમાં અફવા ફેલાય રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક અવસરો પર કેટલાક નેતાઓને તેમના આચરણ માટે ફટકાર લગાવી છે. એ પણ અફવા હતી કે કેન્દ્રીય મંત્રીના નિકટના સંબંધીએ કોઈની પોસ્ટિંગ કરાવવા માટે પૈસા લીધા હતા. મોદીએ વ્યક્તિને બોલાવીને ઠપકો આપ્યો હતો અને પૈસા પરત કરવાનો આદેશ આપ્યો હતો. અફવા એ છે કે આ વ્યક્તિ અન્ય કોઈ નહી પણ પંકજ સિંહ હતા. 
 
ગૃહમંત્રીને જ્યારે પુછવામાં આવ્યુ કે તેમના વિરુદ્ધ કયા તત્વો અફવા ફેલાવી રહ્યા છે તો તેમણે કહ્યુ કે આ કામ ખોજી પત્રકારોનું છે નએ મને આ વિશે કશુ જ કહેવુ નથી. તેમને એ વાતથી ઈંકાર કર્યો કે તેમને આ મુદ્દાને લઈને સંઘમાં કોઈની સાથે વાત કરી નથી. રાજનાથે કહ્યુ કે હુ દેશની જનતાને વિશ્વાસ અપાવુ છુ કે જે દિવસે મારા કે મારા પરિવાર વિરુદ્ધ પ્રથમ દ્રષ્ટિએ પણ કોઈ આરોપ સાબિત થશે તો હુ સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઈ લઈશ.  

Share this Story:

Follow Webdunia gujarati