Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે રાજીવ ગાંધીની જન્મજયંતિ, શ્રદ્ધાંજલિ સમારોહમાં રાહુલ ગેરહાજર

આજે રાજીવ ગાંધીની જન્મજયંતિ, શ્રદ્ધાંજલિ સમારોહમાં રાહુલ ગેરહાજર
, સોમવાર, 20 ઑગસ્ટ 2012 (10:28 IST)
P.R
આજે દેશના પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીનો ૬૮મો જન્મદિવસ છે. સમગ્ર દેશ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમના જન્મદિને આજે યાદ કરી રહ્યો છે પણ તેમના પુત્ર રાહુલ ગાંધીને એટલો સમય ન મળ્યો કે પોતાના પિતાની સમાધિ પર જઇને ફૂલ ચઢાવી શકે.

દિલ્હીમાં વીરભૂમિમાં સોમવારે શ્રદ્ધાંજલિ સમારોહ હતો જ્યાં રાષ્‍ટ્રપતિથી માંડીને વડાપ્રધાન સુધી તમામ લોકો પહોંચ્યા હતા પણ રાહુલ ક્યાંય નજર આવ્યા નહોતા. રાજીવ ગાંધીના જન્મદિને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને આખા પરિવાર સાથે પહોંચેલી પ્રિયંકા ગાંધીએ તેમને અંજલી આપી હતી.

વીર ભૂમિ પર પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને સૌની યાદ આવી હતી. રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખરજીથી માંડીને વડાપ્રધાન મનમોહન સિંહ સુધી તમામ લોકો હાજર હતા. ખુદ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ભીની આંખે રાજીવને યાદ કર્યા હતા પણ આ પ્રસંગે રાહુલ ગાંધી ગાયબ હતા.

રાહુલ ગાંધીનો ઘર અને ઓફિસ બંને જગ્યાએ સંપર્ક કરતાં પણ માહિતી નહોતી આપવામાં આવી કે રાહુલ ક્યાં છે. એટલે સુધી કે સમારોહમાં હાજર વરિષ્‍ઠ કોંગ્રેસીઓ પણ આ મુદ્દે નીચું ઘાલતા જણાયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati