Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ઈતિહાસ રચશે કેજરીવાલ, રામલીલા મેદાનમાં શપથ સમારંભ

આજે ઈતિહાસ રચશે કેજરીવાલ, રામલીલા મેદાનમાં શપથ સમારંભ
, શનિવાર, 28 ડિસેમ્બર 2013 (12:02 IST)
P.R
હિન્દુસ્તાનની રાજનીતિમાં આજની તારીખ યાદગાર બનવા જઈ રહી છે. દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં દેશમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર શપથ ગ્રહણ સમારંભ થવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે સમારંભમાં કોઈ પ્રકારની વીઆઈપી વ્યવસ્થા નહી હોય. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલનુ 'રાજતિલક' થશે. જેણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફક્ત પોતાની જીદ પર રાજનીતિની દિશા વાળી દીધી અને રાજનીતિના ઈતિહાસમાં નામ નોંધાવી દીધુ. કેજરીવાલ અને તેમની કેબિનેટના બધા 6 ભાવી મંત્રી શપથ ગ્રહણ સમારંભમાં ભારે સુરક્ષા, તામઝામ અને લાવ લશ્કર સાથે નહી પણ એક સામાન્ય નાગરિકની જેમ જ મેટ્રોમાં સવાર થઈને પહોંચ્યા.

શપથ ગ્રહણ સમારંભમાં અન્ના હજારે, કેજરીવાલના પૂર્વ સહયોગી કિરણ બેદી, જસ્ટિસ સંતોષ હેગડે અને એડમિરલ રામદાસ સિવાય કોઈને બેસવા માટે વીઆઈપી વ્યવસ્થા નથી કરવામાં આવી. ખાસ કરીને વિશેષ લોકો સાથે કેજરીવાલના ઘરના સભ્યો પણ દર્શકોની ભીડમાં જ બેસીને આ ઐતિહાસિક શપથ સમારંભના સાક્ષી બનશે. જ્યા દિલ્હી અને દેશના બીજા ભાગોમાંથી આવેલ સામાન્ય લોકો હાજર છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં ઈતિહાસના ન જાણે કેટલાય પેજ છે. હિન્દુસ્તાનમાં બદલાવનુ રાજકારણનો એક વધુ પેજ આજે આ રામલીલા મેદાનમાં ફરી ઈતિહાસની તારીખોમાં નોંધાવવા જઈ રહ્યુ છે. ઈતિહાસના એ પાનમાં સૌથી ઉપર જે વ્યક્તિનુ નામ લખ્યુ હશે તે છે અરવિંદ કેજરીવાલ.

માત્ર 28 મહિના પહેલા આ રામલીલા મેદાનમાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે એક ક્રાંતિને જન્મ આપ્યો હતો. આ રામલીલા મેદાનમાં દિલ્હીમાં એક એવી સરકાર શપથ લેવા જઈ રહી છે, જેનો મકસદ જ છે ભ્રષ્ટાચારને નષ્ટ કરવુ. દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીના નેતાઓની સાદગી, સચ્ચાઈ અને નિષ્ઠા પર જરૂર કરતા વધુ વિશ્વાસ કર્યો, તો આમ આદમી પાર્ટીની સરકાર પણ પ્રયત્ન કરશે કે તેમનો વિશ્વાસ તૂટે નહી અને કથની અને કરનીમાં કોઈ ભેદ ન જોવા મળે.

રામલીલા મેદાનમાં થનારો શપથ ગ્રહણ ફ્કત કેજરીવાલની તાજપોશોની જ શપથ ગ્રહણ નથી, પણ દિલ્હીની સાથે આખા દેશની આશાઓનું શપથ ગ્રહણ છે.

Share this Story:

Follow Webdunia gujarati