Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરુણ જેટલીએ દિલ્હી ગેંગરેપને 'નાનકડી ઘટના' બતાવતા ચારેબાજુથી આલોચના

અરુણ જેટલીએ દિલ્હી ગેંગરેપને 'નાનકડી ઘટના' બતાવતા ચારેબાજુથી આલોચના
નવી દિલ્હી. , શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (11:34 IST)
કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીએ એક નિવેદનમાં વર્ષ 2012ના ગેંગરેપ કાંડને દિલ્હીમાં રેપની નાનકડી ઘટના તરીકે ઓળખાવતા ચારેબાજુથી આલોચના થઈ રહી છે.  અરુણ જેટલી પર્યટન મંત્રીઓની એક કોંફેરેંસમાં ગુરૂવારે કહ્યુ હતુ કે દિલ્હી રેપની એક નાનકડી ઘટનાને દુનિયાભરમાં બતાવવામાં આવી અને જ્યા સુધી વૈશ્વિક પર્યટનનો સવાલ છે આપણે અરબો ડોલરનું નુકશાન થયુ.  
 
મંત્રીજીએ કહ્યુ કે આ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે કે આવી ઘટના આપણે થવા ન દઈએ.. જોકે સરકારી પ્રચારની જવાબદારી સાચવનારા પ્રેસ ઈંફોરમેશન બ્યુરો દ્વારા સાંજે રજુ કરવામાં આવેલ જેટલીના નિવેદનમાં નાનકડી શબ્દ હટાવી દેવાયો. 
 
ત્યારબાદ રક્ષામંત્રી અને નાણાકીયમંત્રીની ટિપ્પણી અને વસ્તુત: તેના પર આલોચનાથી બચવા પીઆઈબીના આ પ્રયત્નો પછી ચારેબાજુથી નિંદા થવી શરૂ થઈ ગઈ. ગેંગરેપની શિકર આ યુવતીની મા અરુણ જેટલીના નિવેદન પર પ્રતિક્રિયામાં કહ્યુ મને આ નિવેદનથી ખૂબ દુખ થયુ છે. જ્યારે જરૂર હતી ત્યારે તેમણે રાજનૈતિક ઉદ્દેશ્યો માટે નિર્ભયાનુ નામ લીધુ અને હવે જ્યારે તેઓ સત્તામાં આવી ગયા છે તેને નાનકડી ઘટના બનાવી દીધી. 
 
સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ટ્વિટર પર કોંગ્રેસની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યુ, 'અરુણ જેટલી કહે છે કે રેપ નાનકડી ઘટના છે. જેનાથી રાજસ્વનુ નુકશાન થાય છે. સાચે જ શબ્દ નથી મળી રહ્યા.  એક અન્ય મહિલા કોમલ તિવારીએ ટ્વીટ કર્યુ, નિર્ભયાની જીંદગી અરબો ડોલરથી વધુ કિમંતી હતી.. આ નાનકડી વાત નથી.  
 
એક અન્ય કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ આ નિવેદનને બેવકૂફી અને ભયાનક નિવેદનની સંજ્ઞા આપતા કહ્યુ કે અરુણ જેટલીએ દેશની મહિલાઓ પાસે ક્ષમાયાચના કરવી જોઈએ. કોઈ જોયદાસે કટાક્ષ કરતા ટિપ્પણી કરી છે.  દિલ્હીમાં રેપની એક નાનકડી ઘટના દ્વારા અમે પર્યટનના ક્ષેત્રમાં અરબો ડોલરનુ નુકશાન થાય છે.  સંવેદનશીલ.. ખૂબ સંવેદનશીલ..  
 
ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હી શહેરમાં છ લોકોએ એક ચાલતી બસમાં એક 23 વર્ષીય ફિજિયોથેરેપી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કરવા ઉપરાંત નૃશંસ રીતે તેને ઘાયલ પણ કરી. જેના કારણે 13 દિવસ પછી 29 ડિસેમ્બરના રોજ સિંગાપુરના એક હોસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ હતુ. 
 
ત્યારબાદથી આખા દેશમાં બળાત્કારીઓ માટે ગુસ્સો ઉમડી પડ્યો હતો અને રેપ સંબંધી કાયદામાં ફેરફાર કરવો પડ્યો હતો. આ કાંડ માટે જવાબદાર બધા છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી એકે તિહાડ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે કે એક આરોપીનો કેસ સગીર હોવાને કારણે જુવૈનાઈલ કોર્ટમાં ચાલ્યો હતો અને દોષી કરાર આપીને તેને ત્રણ વર્ષ સુધાર ગૃહમાં રહેવાની સજા સંભળાવી હતી. બાકીના ચારેયને મૃત્યુદંડની સજા થઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati