Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરવિંદ કેજરીવાલ પહોંચ્યા વારાણસી, મોદી સામે લડશે કે નહી આજે થશે નિર્ણય

અરવિંદ કેજરીવાલ પહોંચ્યા વારાણસી, મોદી સામે લડશે કે નહી આજે થશે નિર્ણય
, મંગળવાર, 25 માર્ચ 2014 (12:10 IST)
P.R
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક રાજધાની વારાણસી પહોંચી ગયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે 25 માર્ચના રોજ બનારસમાં આયોજીત રેલી દરમિયાન લોકોને પૂછીને તેઓ નિર્ણય કરશે કે તેઓ વારાણસી સંસદીય સીટ પરથી ચૂંટણી લડશે કે નહી.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી(આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક રાજધાની વારાણસી પહોંચી ગયા છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કેજરીવાલે જાહેરાત કરી કે 25 માર્ચના રોજ બનારસમાં આયોજીત રેલી દરમિયાન લોકોના વિચાર જાણીને તેઓ નિર્ણય કરશે કે તેઓ વારાણસી સંસદીય સીટ પરથી ચૂંટણી લડે કે નહી.

કેજરીવાલની આ જાહેરાત પછીથી બધી રાજનીતિક દળોની નજર બેનિયા પાર્કમાં થનારી આપની રેલી પર ટકી છે. કેજરીવાલ કેટ રેલવે સ્ટેશનથી સીધા બાબા વિશ્વનાથ મંદિરના દર્શન કરવા જશે ત્યારબાદ રેલી સ્થળ પર પહોંચશે.

યૂપી ઉપરાંત દિલ્હી, બિહાર, મધ્ય્પ્રદેશ અને હરિયાણાથી સૈકડો કાર્યકર્તા રેલગાડીઓ દ્વારા પહેલાથી જ બનારસ પહોંચી ચુક્યા છે તો કેટલાક મંગળવારે સવાર સુધી પહોંચશે. આપના કાર્યકર્તા બનારસમાં રેલીને સફળ બનાવવામાં લાગી ગયા છે. આપના મીડિયા પ્રભારી ગિરી સંતે જણાવ્યુ કે અરવિંદ સવારે દિલ્હીથી શિવગંગા એક્સપ્રેસથી વારાણસી સ્ટેશન પહોંચ્યા અને પછી અહીથી તેઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા નીકળી ગયા.

વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજન પછી અરવિંદ મેદાગિન પહોંચશે. જ્યા કાર્યકર્તાઓનુ નેતૃત્વ કરતા લોહટિયા, કબીરચૌરા થતા બેનિયાબાગ પહોંચશે. ગિરીના કહેવા મુજબ કેજરીવાલ બેનિયા પાર્કમાં જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ કાર્યકર્તાઓ દ્વારા આયોજીત કરવામાં આવેલ કાર્યક્રમોમાં ભાગ લેશે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન ચલાવનારા સામાજીક કાર્યકર્તાઓએ જનતાને એક વિકલ્પ આપવા માટે એક વર્ષ પહેલા 'આપ' ની રચના કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર મેદાનમાં ઉતરેલ આ નવી પાર્ટીએ 28 સીટો જીતી હતી.

Share this Story:

Follow Webdunia gujarati