Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેઠીમાં આમ આદમી પાર્ટીનાં નેતા કુમાર વિશ્વાસનો વિરોધ

અમેઠીમાં આમ આદમી પાર્ટીનાં નેતા કુમાર વિશ્વાસનો વિરોધ
અમેઠી , રવિવાર, 12 જાન્યુઆરી 2014 (20:34 IST)
:
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં ગઢ અમેઠીમાં રેલી યોજવા જઇ રહેલા આમ આદમી પાર્ટીનાં નેતા કુમાર વિશ્વાસનો વિરોધ થયો. વિશ્વાસને કાળા ઝંડા બતાવવામા આવ્યા, અને તેમના પૂતળા પણ ફૂંકવામાં આવ્યા. સાથે કુમારની ગાડી પર શાહી ફેંકવામાં આવી.

પ્રદર્શનકારી કુમાર વિશ્વાસ પરત જાઓ અને કુમાર વિશ્વાસ મુર્દાબાદનાં નારા લગાવી રહ્યા હતા. જ્યારે ઘટનાસ્થલે હાજર પોલીસ પણ ભીડને કાબૂ ન કરી શકી.

પ્રદર્શનકારીઓનું કહેવુ હતુ કે તેઓ કોઇ રાજકીય દળનાં કાર્યકર્તા નથી. અને ઇમામ હુસેન અંગે વિશ્વાસે આપેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીનાં નેતા સંજય સિંહે કહ્યુ કે આ વિરોધ પ્રાયોજીત કતો. અને વિરોધ પાછળ કોંગ્રેસનું પડયંત્ર હતુ.

Share this Story:

Follow Webdunia gujarati