Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમરસિંહની નવી સીડી, નવો દાવ!

અમરસિંહની નવી સીડી, નવો દાવ!

ભાષા

નવી દિલ્હી , સોમવાર, 2 માર્ચ 2009 (17:30 IST)
મુસ્લિમોનાં વોટ મેળવવા માટે સમાજવાદી પાર્ટીનાં અમરસિંહે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતી અને ભાજપનો સંબંધ દર્શાવતી સીડી બહાર પાડી છે. જેમાં ભાજપનાં લાલજી ટંડન માયાવતી પાસે રાખડી બંધાવતા નજરે પડે છે.

કલ્યાણસિંહ ભાજપમાં સામેલ થવા બાદ મુસ્લિમ વોટ કપાઈ જશે, તેવી આશંકા વચ્ચે સપાએ આ ફિલ્મ દેખાડવાનું નક્કી કર્યું છે. આ સીડીમાં માયાવતીને ભાજપનાં ઉમેદવારને મત કરવા અપીલ કરતી દેખાડવામાં આવે છે.

ફિલ્મમાં માયાવતી ગુજરાતમાં ભાજપનાં ઉમેદવારનો પ્રચાર કરતી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ભાજપનાં નેતા લાલકૃષ્ણ આડવાણી માયાવતીનાં અગાઉનાં શાસન દરમિયાન મંચ પર નજરે પડે છે. આ ફિલ્મ દ્વારા માયાવતીનાં ભાજપ પ્રત્યેનાં કુણા વલણને દર્શાવવામાં આવ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati