Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અન્ના હજારે બન્યા મુંબઈના હીરો

અન્ના હજારે બન્યા મુંબઈના હીરો
, શુક્રવાર, 27 જાન્યુઆરી 2012 (11:29 IST)
PTI
. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ લડી રહેલ ગાંધીવાદી કાર્યકર્તા અન્ના હજારેને મતદાન દ્વારા મુંબઈના હીરો તરીકે પસંદ કરવામાં આવ્યા. ગેટવે ઓફ ઈંડિયા પર થયેલ આ મતદાનમાં બધાને ભાગ લેવાની છૂટ હતી.

'મુંબઈનો હીરો કોણ' શીર્ષક સાથે થય્લ આ મતદાનનું આયોજન 'ઈંડિયા અગેસ્ટ કરપ્શન'ની મુંબઈ શાખા કર્યુ હતુ. આઈએસીના મીડિયા સમંવયક પીયૂષ ભાટિયાએ જણાવ્યુ કે ત્રણ કલાકમાં કુલ 5,181 લોકોએ મત આપ્યા.

મતદાતાઓ પાસે હજારે ઉપરાંત વિકલ્પના રૂપમાં શિવ સેના પ્રમુખ બાળ ઠાકરે, કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર, એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરે અને ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નામ હતુ.

તેમણ્રે જણાવ્યુ કે તેમાથી કોઈપણ હજારેમી આસપાસ પણ ન પહોંચી શક્યુ. હજારેને 4,241 મત મળ્યા.

Share this Story:

Follow Webdunia gujarati