Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અચ્છે દિન : તમારા રૂપિયા 100 મહિનામાં ફરીથી થશે ડબલ

અચ્છે દિન : તમારા રૂપિયા 100 મહિનામાં ફરીથી થશે ડબલ
નવી દિલ્હી , મંગળવાર, 18 નવેમ્બર 2014 (14:56 IST)
સરકારે અંદાજિત ત્રણ વર્ષ બાદ કિસાન વિકાસ પત્ર મંગળવારે ફરીથી લોંચ કર્યું . આ બચત યોજના હેઠળ રોકાણ કરાયેલ રકમ આઠ વર્ષ અને ચાર મહિનામાં ડબલ થશે. આ યોજનાને ફરીથી શરૂ કરવાની માંગણી લાંબા સમયથી થઈ રહી હતી. 
 
નાણા મંત્રી અરૂણ જેટલીએ કિસાન વિકાસ પત્રને નવેસરથી લોંચ કર્યું. આ 1 હજાર રૂપિયા ,5 હજાર રૂપિયા,10 હજાર રૂપિયા અને 50 હજાર રૂપિયા પરત મેળવવાનો વિક્લ્પ પણ રાખવામાં આવ્યો છે. 
 
પ્રારંભિક  તબક્કે કિસાન વિકાસ પત્રનું વેચાણ પોસ્ટ આફિસમાં થશે. પરંતુ સરકારે તેને અમુક સરકારી બેંકોની શાખામાં પણ ઉપલબ્ધ કરાવામાં આવશે. 
 
નાણા મંત્રાલયે કહ્યું કે એનાથી છોટા રોકાણકારોને સુરક્ષિત રોકાણનો વિકલ્પ મળશે. તે સાથે દેશમાં બચત દરનો આંકડો વધારવામાં પણ મળશે. આ યોજના હેઠળ જમા થયેલી રકમ સરકાર પાસે રહેશે. જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્યની વિકાસ યોજનાઓમાં કરવામાં આવશે. 
 
ઉઅલ્લેખનીય છે કે વિકાસ પત્ર યોજના એપ્રિલ 1988માં શરૂ કરાઈ હતી. તે વખતે યોજનામાં કરાયેલ રોકાણ 5.5 વર્ષમાં ડબલ થઈ જતું હતું . નવેમ્બર 2011માં આ યોજના બંધ કરી દેવામાં આવી હતી.   
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati