Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં સાયબર ટેક્નોલોજીનો પહેલીવાર ઉપયોગ,વાઈ-ફાઈ ઝોન,વેબ લાઈવ ટેલીકાસ્ટ અને વીમાના રક્ષણથી સજ્જ થઈ રહ્યો છે

અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં સાયબર ટેક્નોલોજીનો પહેલીવાર  ઉપયોગ,વાઈ-ફાઈ ઝોન,વેબ લાઈવ ટેલીકાસ્ટ અને વીમાના રક્ષણથી સજ્જ થઈ રહ્યો છે
, મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (16:39 IST)
અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં સાયબર ટેક્નોલોજીનો પહેલીવાર  ઉપયોગ,વાઈ-ફાઈ ઝોન,વેબ લાઈવ ટેલીકાસ્ટ અને વીમાના રક્ષણથી સજ્જ થઈ રહ્યો છે

મેળો અંબાજી જગવિખ્યાત અંબાજી મંદિર ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ રહ્યો છે. આ પૂનમ નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શન આવતી દરેક  વ્યક્તિને વીમાથી આરક્ષિત  કરવામાં આવી છે.ધાર્મિક રીતે અનેકગણું મહત્વ ધરાવતી ભાદરવી પૂનમે દેશભરમાંથી લાખો લોકો અંબાજી માતાના દર્શને આવતા હોય છે. 
 
9 સપ્ટેમ્બર સુધી ચાલનાર આ મેળાને લઈને જીલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંબાજીના મંદિરના પ્રાંગણમાં કોઈ દુર્ઘટના બને તો તેના  માટે દર્શનાથીઓને વીમાથી પણ કવાર કરવામાં આવ્યા છે. ડીસ્ટ્રીક એડમીનીસ્ટ્રેટીવે 100 સીસીટીવી કેમેરા મેળાની આજુબાજુનાઅ વિસ્તારો લગાવ્યા છે એ સિવાય મોટા એલસીડી સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા છે.
 
આ વર્ષે અંબાજી દેવસ્થાન પહેલીવારા સાયબર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. ભારદવી પૂનમે આવી રહેલા લાખો શ્રદ્ધાળુઓની સગવડોને ધ્યાનમાં લઈ આ વર્ષે પહેલીવાર એડમિનિસ્ટ્રેશન દ્વ્રારા મંદિર અને મેળાની આજુબાજુના મુખ્ય વિસ્તારમાં વાઈ-ફાઈ ઈનટરનેટ કનેક્શન આપવામાં આવ્યું છે. મેળા દરમ્યાન થનારા કાર્યક્ર્મોને વેબ પર લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવશે. 
 
અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ દ્વ્રારા અંબીકા ભોજનાલાય દિવાળી  બા ગુરૂ ધર્માશાળા અને ગબ્બર તળેટી કેન્ટીન જેવા સ્થળોએ મફત ભોજનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  
 
એ સિવાય ગબ્બર ચઢી રહેલા યાત્રાળુઓના સ્વાસ્થય  માટે ડાક્ટરોની એક ટીૢઅને પણ તૈયાર કરવામાં આવી છે. બ્લ્ડ પ્રેશર અને હાર્ટને બીમારીઓથી પીડાતા લોકોનું આ ટીમ સતત ચેકીંગ કરી તેમને યોગ્ય સારવાર આપશે. 

Share this Story:

Follow Webdunia gujarati