Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંડર વર્લ્ડ ડોન છોટા રાજન ઈંડોનેશિયામાંથી ઝડપાયો

અંડર વર્લ્ડ ડોન છોટા રાજન ઈંડોનેશિયામાંથી ઝડપાયો
નવી દિલ્હી. , સોમવાર, 26 ઑક્ટોબર 2015 (15:18 IST)
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ઈંડોનેશિયાના બાલીમાં રવિવારે ધરપકડ કરવામાં આવી. સૂત્રોએ જણાવ્યુ કે ભારતીય અધિકારી ઈંટરપોલના સંપર્કમાં છે. છોટા રાજનનુ આખુ  નામ રાજન સદાશિવ નિખાલજે છે. ગૃહમંત્રાલયે છોટા રાજનની ધરપકડની ચોખવટ કરી છે. 
 
છોટા રાજનની ત્યારે ધરપકડ થઈ જ્યારે તે ઓસ્ટ્રેલિયાના સિડનીથી ઈંડોનેશિયાના બાલી પહોંચ્યો હતો. ભારતીય અધિકારીઓએ પણ છોટા રાજનની ધરપકડની ચોખવટ કરી. 
 
મુંબઈના અંડરવર્લ્ડ છોટા રાજન પર 16 હત્યાઓનો મામલો નોંધાયો છે અને તે આ મામલાઓમાં વોંટેડ હતો. એક સમયમાં છોટા રાજન અંડરવર્લ્ડ દાઉદ ઈબ્રાહિમ સાથે કામ કરતો હતો.  પણ 1993ના મુંબઈ ધમાકા પછી બંનેના રસ્તા જુદા થઈ ગયા. 
 

Share this Story:

Follow Webdunia gujarati