Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ: ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 33ના મોત, 9ની હાલત ગંભીર

મુંબઈ: ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 33ના મોત, 9ની હાલત ગંભીર
, શુક્રવાર, 19 જૂન 2015 (13:14 IST)
મુંબઈના મલાડના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 33 લોકોન મોત થઈ ગયા અને 9 ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 
 
મુંબઈ પોલીસ પ્રવક્તા ઘનંજય કુલકર્ણીએ જણાવ્યુ કે બુધવારે રાત્રે અનેક વ્યક્તિઓએ ઘટ્ટ દ્રવ્ય પદાર્થ પીધો હતો. જેના કારણે શુક્રવાર સુધી 33 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ઝેરી દારૂથી 10 અન્ય ગંભીર હાલતમાં કેઈએમ અને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 
 
તેમણે કહ્યુ, 'પોલીસે આ મામલે એક રાજૂ લંગડાની ધરપકડ કરી લીધી છે. જ્યારે કે બે અન્યની શોધ ચાલુ છે. ઘટના ગમદેવી જુરાસિક પાર્કની પાસે લક્ષ્મી નગર ઝૂપડપટ્ટીમાં થઈ છે. 
 
આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ કહ્યુ કે દારૂની પ્રકાર નએ કેવી રીતે બની હતી અને ક્યા બનાવી હતી અને કેટલા લોકોએ તેને પીહી છે તેના આંકડાની તપાસ થયા પછી જ જાણ થશે. 
 
ઉલ્લેખનીય છે કે 2004માં વિક્રોલીમાં 87 લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયા હતા. આ મામલે 19 લોકોના દોષી ઠેરવ્યા હતા અને તેઓ હાલ જેલમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati