Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સેનામાં ભરતી થવા માટે આતુર રહે છે કનાસિયા ગામ (જુઓ વીડિયો)

સેનામાં ભરતી થવા માટે આતુર રહે છે  કનાસિયા ગામ (જુઓ વીડિયો)
, મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (14:32 IST)
શાઝાપુર જીલ્લાની સીમાના એક કિનારા પર આવેલુ છે કનાસિયા ગામ. તેનુ જોડાણ શાજાપુર સાથે છે પણ રાજસ્વ સીમા ઉજ્જૈન જીલ્લાની છે.  ગામ તરાના તહસીલ હેઠળ આવે છે. શાઝાપુરથી માત્ર 20 કિમી દૂર આવેલ કનાસિયા ગામની જનસંખ્યા લગભગ 8000 છે. જેમાથી લગભગ 850 યુવા દેશની સેનામાં છે. ગામમાં કોઈ પરિવાર એવુ નથી જેને સેના માટે જવાન ન આપ્યો હોય.  અનેક પરિવાર તો એવા પણ છે જેમણે પોતાની એકમાત્ર સંતાનને પણ દેશની સીમા પર મોકલી આપી.  તો અનેક પરિવારોએ પોતાના ઘરમાંથી બે ત્રણ યુવાઓ દેશના જવાન તરીકે દેશની રક્ષા માટે સીમાઓ પર લડવા માટે મોકલી આપ્યા. ગ્રામીણો બતાવે છે કે સૈનિકમાં ભરતી થવાની પ્રક્રિયા વર્ષ 1963માં સાલગરમામ પિતા મોતીલાલની ભરતી દ્વારા શરૂ થઈ હતી. જે અત્યાર સુધી અવિરત ચાલુ છે. પરિસ્થિતિ એ છેકે પોતાના પિતા કાકા ભાઈ અને અન્ય સંબંધીઓને જોઈને માસૂમ બાળકો પણ સેનામાં જવાનુ સપનું બાળપણથી જ પોતાની આંખોમાં સજાવી લે છે. 
 

 
(સાભાર - ETV) 

Share this Story:

Follow Webdunia gujarati