Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાષ્ટ્રપતિએ 6 ડિસેમ્બર પહેલા જ કહ્યુ હતુ કે બાબરી મસ્જિદ તૂટશે - મુલાયમ

મુલાયમની વોટ બેંક માટે એક નવી ચાલ ?

રાષ્ટ્રપતિએ 6 ડિસેમ્બર પહેલા જ કહ્યુ હતુ કે બાબરી મસ્જિદ તૂટશે - મુલાયમ
, મંગળવાર, 6 ઑગસ્ટ 2013 (11:26 IST)
I
P.R
AS દુર્ગા શક્તિ નાગપાલના બરતરફી પર ચારેબાજુથી આલોચના સહી રહેલ સમાજવાદી પાર્તીના મુખિયા મુલાયમ સિંહ યાદવે એક સનસનીખેજ દાવો કર્યો છે. એક કાર્યક્રમમાં મુલાયમે એવુ કહીને સૌને ચોકાવી દીધા કે બાબરી મસ્જિદ ને પાડવાના સમાચાર એ સમયના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માને પહેલાથી જ ખબર હતા. જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિને તેમણે આ અંગે દખલ દેવાની અપીક કરી તો તેમણે બીજાને આનો ઉલ્લેખ ન કરવાની ભલામણ કરી.

મુલાયમનો ચોંકાવનરો દાવો.

મુલાયમે કહ્યુ, અમે તેમને પત્ર આપ્યો, અમે તેમને જણાવ્યુ કે મસ્જિદને પાડી દેવામાં આવશે. શંકર દયાલ શર્માએ પત્ર વાચ્યો, અમારી સાથે ચર્ચા કરી આમતેમ જોયુ અને કહ્યુ કે મને વિશ્વાસ છે કે તમે કોઈને નહી બતાવો. ત્યારે તેણે કહ્યુ કે મસ્જિદને જરૂર પાડવામાં આવશે. શંકર દયાલ શર્માએ કહ્યુ. મુલાયમ સિંહ યાદવને ચોંકાવનારો દાવો. અથવા એમ કહો કે એક સનસનીખેજ આરોપ એક પૂર્વ રાષ્ટ્રપતિ પર જે હવે આ દુનિયામાં નથી. મસ્જિદ પડી જશે એ ગુપ્તવાત તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા જાણતા હતા એટલુ જ નહી તેમણે આ વાતને ગુપ્ત રાખવાની ભલામણ પણ કરી મતલબ મુલાયમ સિંહ યાદવ પૂર્વ રાષ્ટ્રપતિની ઈમાનદારી પર આંગળી ચીંધવા ઉપરાંત અપ્રત્યક્ષ રૂપે મસ્જિદ તોડવામાં ભાગીદાર હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. હવે તેમના આરોપોનો જવાબ આપવા માટે શંકર દયાલ શર્મા આ દુનિયામાં તો નથી. તેથી હવે પ્રશ્ન હવે એ છે કે આટલા વર્ષો પછી મુલાયમે આ વાતનો ખુલાસો કેમ કર્યો. જવાબ ઉત્તર પ્રદેશની વર્તમાન રાજકારણીય સ્થિતિ અને અખિલેશ યાદવના નેતૃત્વમાં ચાલી રહેલ સમાજવાદી પાર્ટી સરકારની હાલતમાં છુપાયેલ છે.

IAS દુર્ગા પરથી ધ્યાન હટાવવાની મુલાયમની ચાલ

યૂપીની IAS અફસર દુર્ગા શક્તિ નાગપાલના બરતરફીના મુદ્દા પર મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ પર ચારેબાજુથી હુમલો થઈ રહ્યો છે. તેથી બની શકે કે આ બાબતથી બચવા અને મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે તેમણે આ ચાલ ચાલી હોય. આ ઉપરાંત અખિલેશ સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઝડપથી ઉઠી રહ્યો છે. જે મુલાયમના મિશન 2014ના હિસાબથી ખૂબ જ ખતરનાક છે. તેથી અલ્પસંખ્યકોના વોટ બેંક પર નજર નાખીને બેસેલા મુલાયમ સિંહ યાદવ બેની પ્રસાદ વર્માની આગેવાનીમાં કોંગ્રેસની ચાલનો જવાબ આપતા દેખાય રહ્યા છે.

બેનીએ કહ્યુ હતુ, આતંકીયોના સંસક્ષક છે મુલાયમ

આ વર્ષે જ માર્ચમા કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ મુલાયમ પર બબારી મસ્જિદ પાડવામાં સહભાગી હોવાનો આરોપ લગાવ્યો હતો. બેનીએ કહ્યુ હતુ કે ગોધરામાં મુસલમાનોને મોહરા બનાવીને તેમણે મોદીને જીતાડ્યા. બાબરી મસ્જ્દિના આરોપી કલ્યાણ સિંહ સાથે હાથ મિલાવ્યા. તેઓ આતંકવાદીના સંરક્ષક છે.

યૂપીમા મુસ્લિમ વોટ બેંક માટે કોંગ્રેસ અને સપાની વચ્ચેના યુદ્ધનુ જ કદાચ પરિણામ છે કે મુલાયમે બાબરી મસ્જિદ બાબતે પૂર્વ રાષ્ટ્રપતિ પર આરોપ લગાવ્યો. તેમનો દાવો કેટલો સાચો છે એ તો નથી કહી શકાતુ, પણ વિકાસની ઈચ્છા રાખતા યૂપીની જનતા માટે આ જરૂર નિરાશાજનક છે કારણ કે એક વર્ષ પહેલા તેમણે અખિલેશ યાદવ પર જે દાવ લગાવ્યો હતો તે ખાલી જતો જોવા મળી રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati