Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'મોદીએ બચાવ્યા 15 હજાર યાત્રિકો' ના વિવાદનું સત્ય સામે આવ્યુ !!

'મોદીએ બચાવ્યા 15 હજાર યાત્રિકો' ના વિવાદનું સત્ય સામે આવ્યુ !!
, શુક્રવાર, 28 જૂન 2013 (16:53 IST)
P.R
મોદી ઉત્તરાખંડની મુલાકાતે શુ ગયા એક નવા વિવાદે તેમનો પીછો પકડી લીધો હતો. મુખ્યમંત્રી મોદી 22 જુને અસરગ્રસ્ત ઉત્તરાખંડની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત બાદ એક અંગ્રેજી અખબારમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા કે મોદી આવ્યા અને 15 હજાર ગુજરાતીઓને સલામત લઇને રવાના થયા. પહેલા તો આ સમાચાર પ્રત્યે કોઇનું ધ્યાન ખેંચાયું નહોતું. પરંતુ ત્યારબાદ મોદી વિરોધી લોબી દ્વારા અને કોંગ્રેસના નેતાઓએ આ સમાચારને મજાકનું સ્વરૂપ આપીને મોદી માટે રેમ્બો, સુપરમેન એવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ મામલો એટલી હદે વધ્યો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંગે પણ સ્પષ્ટતા કરી કે મોદીએ 15 હજારને બચાવ્યા એવું મુખ્યમંત્રીએ કહ્યું જ નથી.

દરમિયાનમાં દક્ષિણ ભારતના એક અંગ્રેજી અખબારે જે અખબારમાં આ સમાચાર જે પ્રતિનિધિનિધિના નામે પ્રસિદ્ધ થયા હતા તેને પુછતા તેણે કહ્યું કે ઉત્તરાખંડના હલ્દવાની શહેરના ભાજપના પ્રવક્તા અનિલ બલુની તેમને દહેરાદુનમાં મોદીની મુલાકાત વખતે મળ્યા હતા અને આ બલૂનીએ ઉત્તરાખંડ ભાજપના પ્રમુખ તીરથસિંગ રાવત, ગુજરાતા કેટલા યુવા કાર્યકરો અને તે વખતે દહેરાદુનમાં કેમ્પ નાંખીને રહેલા ગુજરાતના વહીવટીતંત્રના એક બે અધિકારીઓની હાજરીમાં અનિલ બલુનીએ તેમને કહ્યું હતું કે મોદીએ 15 હજાર ગુજરાતી યાત્રિકોને બચાવ્યા અને તેમને સલામત મોકલી આપ્યાં છે. આ બલુનીએ એમ પણ કહ્યું કે "એ ખરેખર નવાઇ પમાડે તેવું છે કે તેમણે (મોદીએ) અહીંયા શું કર્યું ...! અંગ્રેજી અખબારના પ્રતિનિધિએ સ્વાકાર્યું કે આ અનિલ બલુનીએ જ તેમને 15 હજાર યાત્રિકોને બચાવ્યાની વિગતો આપી હતી. દક્ષિણ ભારતના અંગ્રેજી અખબારે બલુનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ તો તેમણે એમ કહ્યું કે થોડીવાર પછી ફોન કરજો. અને ત્યાર બાદ તેમનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હતો અને મોડી સાંજ સુધી તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો. આમ, 15 હજાર યાત્રિકોને બચાવ્યાના વિવાદી મામલામાં છેવટે સત્ય હકીકત એ બહાર આવી કે મોદીની મુલાકાતથી અંત્યત પ્રભાવિત થયેલા ભાજપના સ્થાનિક નેતાએ આ ગરબડ ગોટાળો કર્યો હતો. અને ભાજપના નેતાઓને તેનો ખુલાસો કરતાં કરતાં નાકે દમ આવી ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati