Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી પોલીસ કમિશ્નર બોલ્યા : 'બાપ-ભાઈ અને સંબંધી જ રેપ કરે તો કેવી રીતે રોકવા?'

દિલ્હી પોલીસ કમિશ્નર બોલ્યા : 'બાપ-ભાઈ અને સંબંધી જ રેપ કરે તો કેવી રીતે રોકવા?'
, સોમવાર, 22 એપ્રિલ 2013 (16:40 IST)
P.R

દિલ્હીમાં પાંચ વર્ષની બાળકી સાથે બળાત્કારના વિરોધમાં લોકો રસ્તા પર આવી ગયા છે. દિલ્હી પોલીસના રાજીનામાની માંગ કરતા શનિવારે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથક બહાર જમા થયા હતા. મોટી સંખ્યામાં લોકો કમિશ્નર નીરજ કુમારનુ રાજીનામુ માંગી રહ્યા છે જો કે અત્યાર સુધી તેઓ ચુપ હતા. પણ આજે તેઓ મીડિયા સામે આવ્યા. એવુ માનવામાં આવે છે કે તેમને દિલ્હી ઉપરાજ્યપાલે આવુ કરવાનુ કહ્યુ છે. નીરજ કુમારે પોતાની સફાઈમાં આવી ઘટનાઓ માટે પોલીસ તરફથી હાથ ખંખેરીને સમાજમાં નૈતિક મૂલ્યોનુ થઈ રહેલ પતનને જવાબદાર ગણાવ્યુ.

આવો જાણીએ દિલ્હીમાં રેપની ઘટનાઓ વિશે શુ બોલી રહ્યા છે કમિશ્નર ?

- ઘણા કેસોમાં પિતા, ભાઈ, બનેવી, દિયર જ આરોપી હોય છે - કમિશ્નર
- શુ આ શક્ય છે કે પોલીસ આવા બળાત્કાર રોકી શકે - કમિશ્નર
- 97 ટકા રેપ કેસમાં સગા સંબંધીઓ જ જોવા મળે છે - કમિશ્નર
- શુ પડોશી દ્વારા બાળકી પર રેપને રોકવો શક્ય છે - કમિશ્નર
- પ્રાથમિક તપાસમાં પોલીસ કર્મચારીઓની બેદરકારી સામે આવી છે - કમિશ્નર
- મારા રાજીનામાથી રેપ રોકાય જશે તો હજારવાર રાજીનામુ આપવા તૈયાર છુ
- મનોજને પકડ્યા પછી પ્રદીપની માહિતી સામે આવી - કમિશ્નર
- યુવતીના માતા-પિતાએ પડોશી પર કોઈ શક નહોતો બતાવ્યો - કમિશ્નર
- પીડિતાના પિતા જ્યારે જે પોલીસે બેદરકારી દાખવી તેને ઓળખી લેશે તો દોષીને સસ્પેંડ કરવામાં આવશે - કમિશ્નર
- લાંચ આપવાની રજૂઆત કરનારા પોલીસવાળાઓની ઓળખ હજુ થઈ નથી - કમિશ્નર
- બે પોલીસ કર્મચારીઓએ આ કેસને દબાવવા માટે પીડિતાના પિતાને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો
- પહેલી નજરમાં ગાંધીનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની બેદરકારી જોવા મળી છે - કમિશ્નર

Share this Story:

Follow Webdunia gujarati