Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણે માંગી હતી અરુણ જેટલીના ફોનકોલની વિગત ?(Arun Jetly )

કોણે માંગી હતી અરુણ જેટલીના ફોનકોલની વિગત ?(Arun Jetly )
P.R
વરિષ્ઠ ભાજપા નેતા અરૂણ જેટલીના ફોનકોલની વિગતો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરનાર દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ અરવિંદ ડબાસની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 32 વર્ષીય અરવિંદ ડબાસની સાથે અરૂણ જેટલીના ફોનકોલની વિગતો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરનાર અન્ય બે વ્યક્તિઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ભાજપના નેતા અરૂણ જેટલીના ફોન રેકોર્ડની માંગણી કરવામાં આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના મોબાઈલ ફોનનો કૉલ રેકોર્ડ કોણે માગ્યો હતો એ જાણવા માટે અનેક લોકોના ફોન રેકોર્ડની તપાસ થઈ હતી. સાઈબર એક્સપર્ટ પણ આ તપાસમાં સામેલ થયા છે. મામલો સંવેદનશીલ હોવાથી તેના તમામ પાસાંઓ પર લક્ષ આપીને તપાસ કરવામાં આવી હતી જેમાં આખરે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ વિભાગને શંકા હતી કે આ કાંડમાં વિભાગના જ કોઈ વ્યક્તિનો હાથ હોય એ શક્ય છે. કોઈ શખ્સે ચાણક્યપુરી અને નવી દિલ્હીમાં ઓપરેશન્સના એસીપી ભૂપસિંહના ઈમેઈલ આઈડી દ્વારા એરટેલ કંપનીને જેટલીનો કૉલ રેકોર્ડ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. અરૂણ જેટલી વીવીઆઈપી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા છે તેથી કંપનીએ પોલીસ વિભાગ સાથે ક્રોસ ચેક કરવાનું નક્કી કર્યુ હતુ. ત્યારબાદ આ રહસ્ય સામે આવ્યુ હતુ કે ભૂપસિંહે આવી કોઈ જાણકારી આપવા માટે કહ્યુ નહોતું.

Share this Story:

Follow Webdunia gujarati