Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોગ્રેસે કરાવ્યા કોમી રમખાણો... મોદીના નામ પર મુસલમાનોમાં ડર ઉભો કર્યો - અંસારી

મોહમ્મદ હાશિમ અંસારીનુ મોદીને સમર્થન

કોગ્રેસે કરાવ્યા કોમી રમખાણો... મોદીના નામ પર મુસલમાનોમાં ડર ઉભો કર્યો - અંસારી
, શનિવાર, 7 ડિસેમ્બર 2013 (11:52 IST)
P.R

એવુ લાગે છે કે બીજેપીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેંન્દ્ર મોદીની લહેર ખરેખર દેશમાં ફેલાય ચુકી છે. મોદીને અયોધ્યા માલિકાના હક કેસમાં સૌથી જૂના વાદિયોમાંથી એક મોહમ્મદ હાશિમ અંસારીનુ સમર્થન મળ્યુ છે. અંસારીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે આ પાર્ટી મુસ્લિમોના દિલમાં મોદી માટે ડર ઉભો કરી રહી છે.

મોદીને મુસ્લિમ સમર્થનની જરૂર છે

અંસારીએ કહ્યુ કે બીજેપી નેતાને પ્રધાનમંત્રી બનવા માટે મુસ્લિમ સમુહના સમર્થનની જરૂર છે. બાબરી મસ્જિદ વિઘ્વંસના 21 વર્ષ પૂરા થવાના અવસર પર 92 વર્ષીય હાશિમે કહ્યુ, 'નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રી બનવા માટે મુસ્લિમોના પૂર્ણ સમર્થનની જરૂર છે.' તેમણે કહ્યુ, 'ગુજરાતના મુસલમાન ખુશી અને સંપન્ન છે,' વર્ષ 1959થી કાયદાકીય લડાઈ લડી રહેલ હાશિમે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ મુસ્લિમોમાં મોદીનો ભય ઉભો કરી રહી છે.

મોદીના નામ પર ભય ઉભો કરી રહી છે કોંગ્રેસ..

હાશિમે કહ્યુ, 'કોંગ્રેસ એવુ કહીને મોદીનો ભય ઉભો કરી રહી છે કે જો તે પ્રધાનમંત્રી બની જશે તો સમુદાય માટે તેના ગંભીર પરિણામ આવશે.' તેમણે કહ્યુ કે મુસ્લિમ 50 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસનુ સમર્થન કરી રહ્યા છે પણ બદલામાં પાર્ટીએ તેમને ભેટ સ્વરૂપે ક્રમવાર સાંપ્રદાયિક રમખાણો આપ્યા છે. હાશિમે સમાજવાદી પાર્ટી (સપ્રા)ની આગેવાનીવાળી ઉત્તર પ્રદેશ સરકારના મુસ્લિમ મંત્રીઓ પર પણ હુઅમ્લો બોલ્યો અને તેમણે 'શક્તિહિન' સાબિત ગણાવ્યા.

સપાના મુસ્લિમ મંત્રીઓની તેમની પાર્ટીમાં કોઈ હેસિયત નથી...

તેમણે કહ્યુ, 'સપા સરકારમાં મુસ્લિમ મંત્રી ગુંગો છે અને પાર્ટીમાં તેમની કોઈ હેસિયત નથી.' હાશિમે આરોપ લગાવ્યો કે સપા સરકર કોગ્ંરેસની રાહ પર જ ચાલી રહી છે. જેમણે 'તોફાનો દ્વારા મુસ્લિમોને દબાવી રાખ્યા.' તેમણે કહ્યુ, 'ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર આવ્યા બાદ 100થી વધુ રમખાણો થયા છે. પાર્ટી કોંગ્રેસની રાહ પર ચાલી રહી છે. જેણે રમખાણો કરાવીને મુસ્લિમોને દબાવવાનુ કામ કર્યુ છે.'

Share this Story:

Follow Webdunia gujarati