Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસના નિશાન મને દેશની સેવા કરતા રોકી નથી શકતા - મોદી

કોંગ્રેસના નિશાન મને દેશની સેવા કરતા રોકી નથી શકતા - મોદી
, શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2014 (11:43 IST)
P.R

. પ્રધાનમંત્રી પદના ભાજપાના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે પાર્ટી નેતા કીચડ ઉછાળી શકે છે અને તેની પાછળ સીબીઆઈને લગાવી દે છે પણ તેનાથી તેમને દેશની સેવા કરવાથી રોકી નથી શકાતા

યુવાઓ સુધી પહોંચ બનાવવા માટે ભાવનાત્મક અંદાજમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેમને કોઈ પદ કે પ્રસિદ્ધિ માટૃએ પોતાનુ ઘર નહોતુ છોડ્યુ.

શહેરમાં એક વિશાળ યુવા રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યુ જો હુ સત્ય બોલુ છુ તો સંપ્રગ સરકારના બધા મંત્રી નાખુશ થઈ જાય છે. તેમને ખરાબ લાગે છે અને તે ઉદાસ થઈ જાય છે.

તેમણે કહ્યુ, 'તેનુ એક કારણ છે. છેલ્લા 60 વર્ષથી કોઈએ તેમને પડકાર નથી આપ્યો. તેમને લાગી રહ્યુ છે કે એક ચા વેચનારો આટલી મોટી સલ્તનતને કેવી રીતે પડકારી શકે, જેણે આટલા બધા વર્ષ સુધી નિર્વિરોધ દેશમાં શાસન કર્યુ.

મોદીએ કહ્યુ કે કોંગ્રેસ તેમના પર નિશાન સાધવાની તક શોધતી રહે છે. તેમણે કહ્યુ, 'હુ દરેક જનમ દેશની સેવા કરવા માટે અહી આવ્યો છુ. જો આ જન્મમાં મને આ તક નહી મળે તો હુ આવતા જન્મમાં ફરીથી દેશના લોકોની સેવા માટે આવીશ.

દેશમાં યુવાઓ માટે સંપ્રગ સરકારની નીતિ પર મોદીએ કહ્યુ કે સત્તામાં બેસેલા લોકોની જવાબદારી છે કે યુવાનો વિશે વિચારેૢ તેમને કૌશલ વિકાસ પ્રશિક્ષણ આપવામાં આવે, રોજગાર આપવામાં આવે.

મોદીએ કહ્યુ, ગયા વર્ષે બજેટમાં કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે તે 10 લાખ યુવકોને કૌશલ પ્રશિક્ષણ આપશે અને 1000 કરોડ રૂપિયાનુ રોકાણ કરશે. પણ હકીકતમાં તેમણે ગયા વર્ષે ફક્ત 18,352 યુવકોને જ તાલીમ આપી. ફક્ત 5 ટકા જ કામ થયુ છે. આ રીતે તો કોંગ્રેસને લક્ષ્ય સુધી પહોંચવા માટે 20 વર્ષનો સમય લાગશે.

Share this Story:

Follow Webdunia gujarati