Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમારુ કામ નમો નમો જપવાનું નથી - મોહન ભાગવત

અમારુ કામ નમો નમો જપવાનું નથી - મોહન ભાગવત
, મંગળવાર, 11 માર્ચ 2014 (11:05 IST)
P.R
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સંઘિયોને એકદમ સ્પષ્ટ કરી દીધુ છે કે આરએસએસનુ કામ નમો નમો જપવુ નથી. પોતાના કડક સંદેશમાં ભાગવતે એવુ પણ કહ્યુ કે સ્વયંસેવક બીજેપી માટે કામ કરતી વખતે પોતાની મર્યાદા ન ભૂલે.

બેંગલુરુમાં આયોજીત પ્રતિનિધિ સભામાં ભાગવતે કહ્યુ કે અમે રાજનીતિમા નથી. અમારુ કામ નમો નમો કરવાનું નથી. અમારે અમારા લક્ષ્ય માટે કામ કરવાનુ છે તેથી તમે બધા મર્યાદામાં રહીને કામ કરો અને સંઘના નિયમો સાથે રમત ન રમો. ભાગવતે સ્પષ્ટ કરી દીધુ કે આપણે કોઈપણ વ્યક્તિ વિશેષના પ્રચાર પ્રસારથી દૂર રહેવુ જોઈએ. એવુ કહેવાય રહ્યુ છે કે આ સભામાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને રામલાલ પણ ભાગવત સાથે હાજર હતા.

ઈંડિયન એક્સપ્રેસમાં છપાયેલ રિપોર્ટ મુજબ સભામાં જ્યારે હાજર લોકોએ સલાહ આપી કે આરએસએસની ભૂમિકા એ જ હોવી જોઈએ જે ચંદ્રગુપ્ત મોર્ય માટે ચાણક્યની હતી તો તેના જવાબમાં ભાગવતે કહ્યુ કે વર્તમાન પરિસ્થિતિયોમાં આપણે તટસ્થ રહીને કામ કરવાનુ છે. અમારી પોતાની મર્યા છે. આપણે મર્યાદા તોડવાની નથી. ભાગવતે બીજેપીને સત્તામાં લાવવા માટે સંઘના પ્રયાસોને જસ્ટિફાય કરતા કહ્યુ કે આ સમયે પ્રશ્ન એ નથી કે કોણ આવવુ જોઈએ, પણ મોટો સવાલ એ છે કે કોણ ન આવવુ જોઈએ.

ભાગવતે સ્વંયસેવકો સાથે પોતાની વાતને વધુ ક્લીયર કરવા માટે ગીતાના એક શ્લોકનો સહારો લીધો. તેમણે શ્લોક 'સર્વેદ્રિય ગુણા ભાસમ, સર્વેદ્રિય' દ્વારા એ બતાવવાનો પ્રયત્ન કર્યો કે તેની અંદર બધી ઈન્દ્રિયો અને ગુણોનો આભાસ થાય છે પણ વાસ્તવમાં તે બધી ઈન્દ્રિયોથી અલગ અને તટસ્થ રહીને કામ કરે છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બીજેપી નેતાઓએ પાર્ટીના મૈનિફેસ્ટો બનાવવા માટે આરએસએસ પાસે મદદ માંગી છે જેથી શક્યત પાર્ટી વિરોધી ગતિવિધિયો પર લગામ લગાવી શકે. એવુ કહેવાય રહ્યુ છે કે રાજનાથ સિંહે આરએસએસ લીડર્સ સાથે મૈનિફેસ્ટોને અંતિમ રૂપ આપવા માટે સલાહ માંગી છે.

Share this Story:

Follow Webdunia gujarati