Publish Date: Mon, 14 Jan 2019 (00:46 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (12:52 IST)
એક સત્સંગ દરમિયાન સંત પ્રવચન આપતા બોલ્યા - જે આ જન્મમાં નર છે તે આગલા જન્મમાં પણ નર જ હશે અને જે આ જન્મમાં નારી છે તે પણ આવતા જન્મમાં નારી હશે. .. એટલામાં એક વૃદ્ધા ઉઠીને જવા લાગી..
સંત બોલ્યા - માજી આમ વચ્ચેથી ઉઠીને કેમ જઈ રહ્યા છો ?
ડોશીમાં બોલ્યા - જ્યારે આવતા જન્મમાં પણ રોટલીઓ જ બનાવવાની છે તો સત્સંગ સાંભળવાનો શુ ફાયદો !!!