Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ : દારૂ ચઢી ગયો

ગુજરાતી જોક્સ : દારૂ ચઢી ગયો
P.R
એકવાર ચંદુ અને તેના બે મિત્રોએ ખુબ દારૂ પીધા બાદ ટેક્સી રોકી. તેમણે ટેક્સી ડ્રાઈવરને કહ્યું, ચર્ચગેટ લઈ લે.

જોકે, ચર્ચગેટ તો સામે જ હતું.

તેઓ ટેક્સીમાં બેસી ગયા પછી ટેક્સી ડ્રાઈવરે ટેક્સી સ્ટાર્ટ કરી થોડીવાર બાદ બંધ કરી દીધી.

ટેક્સી ડ્રાઈવર- સાહેબ, ચર્ચગેટ આવી ગયું.

ચંદુ અને તેના મિત્રો ટેક્સીમાંથી ઉતર્યા. એક મિત્રએ પૈસા આપ્યા.

બીજો બોલ્યો, થેંક્યુ, ખુબ જલ્દી પહોંચાડી દીધા.

ચંદુ ટેક્સી ડ્રાઈવર પાસે ગયો અને તેને એક લાફો માર્યો..

ટેક્સી ડ્રાઈવર ડરી ગયો. તેને લાગ્યું કે આ લોકોને ખબર પડી ગઈ..

ચંદુ બોલ્યો- ટેક્સી થોડી આરામથી ચલાવવાનું રાખ. આજે તો તુ અમને ઉપર જ પહોંચાડી દેત..

Share this Story:

Follow Webdunia gujarati