એક પોપટ (પક્ષી) અને તેનો માલિક વિમાનમાં સફર કરી રહ્યાં હતા.
એરહોસ્ટેસને જોઈ પોપટે સીટી મારી.
એરહોસ્ટેસે પાછું વળીને જોઈ સ્માઈલ આપી.
… આ જોઈ પોપટના માલિકે પણ સીટી મારી…
એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે ફરીયાદ કરી દીધી…
બન્નેને વિમાનમાંથી બહાર ફેંકી દેવાની જાહેરાત થઈ…
દરવાજા પર પોપટે માલિકને કહ્યું
ઉડતા આવડે છે?
માલિક: નહીં
પોપટ: તો પછી સીટી શું કામ મારી??