એક સંશોધન અનુસાર જે સમયાવધિમાં મહિલાઓના શરીરમાં અંડાણુ બને છે તે દરમિયાન તે સેક્સને લઇને વધુ કલ્પનાઓ કરે છે.
લેથબ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ પોતાના સંશોધન દરમિયાન જાણ્યું કે એકલી રહેતી મહિલાઓ પોતાના માસિક ચક્ર દરમિયાન અંડાણુ પરિપકવ થવાના બે દિવસોમાં સામાન્ય દિવસોની સરખામણીએ સેક્સ વિષે વધુ કલ્પનાઓ કરે છે.
આ અંગે થયેલા સંશોધનનું નેતૃત્વ કરનારા સંશોધક સમાંતા હાવસને પોતાના સંશોધનમાં લખ્યું છે, "હું કલ્પનાઓનો અભ્યાસ કરવા ઇચ્છતી હતી કારણ કે તે પાર્ટનરની હાજરી કે ગેરહાજરીથી રોકાતી નથી હોતી. કલ્પનાઓમાં વધારો અને કેવી રીતે એ કલ્પનાઓ વધે છે તે બંને વાતો સેક્સમાં કેટલો રસ છે તે દર્શાવે છે."
પોતાના સંશોધન માટે સંશોધકોએ 18થી 30 વર્ષની ઉંમરની 27 મહિલાઓનો અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન આ મહિલાઓ ગર્ભ નિરોધ માટે કોઇ હોર્મોનલ દવાઓ લેતી ન હતી અને ન તો તેના કોઇ વ્યક્તિ સાથે પ્રેમસંબંધો હતા.
તમામ મહિલાઓએ એક મહિના સુધી રોજ સેક્સ વિષે પોતાની કલ્પનાઓ વિષે લખવાનું હતું. એક મહિના પછી બધી મહિલાઓની ડાયરીનો અભ્યાસ કર્યા બાદ સંશોધકો એ પરિણામ પર પહોંચ્યા કે માસિક ધર્મ ચક્ર દરમિયાન અંડાણુના પરિપકવકાળમાં મહિલાઓ સેક્સને લઇને સૌથી વધુ કલ્પનાઓ કરતી હતી