Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્લીડિંગ નથી વર્જિનિટીની ઓળખ

બ્લીડિંગ નથી વર્જિનિટીની ઓળખ
આમ તો વર્જિનિટી કોઈ મોટો ઈશ્યુ નથી,પણ પુરૂષોની જૂની ફરિયાદ છે કે પહેલી રાત્રે જે પત્નીને બ્લીડ નથી થતુ. એ સંપૂર્ણ રીતે વાહિયાત વિચાર છે કે બ્લીડ ન થયુ તો તે વર્જિન નથી. એવુ બધાની સાથે થાય તે જરૂરી નથી. તેનો મતલબ એ નથી કે વર્જિન નથી એટલે આવુ થયુ. 

કોઈ યુવતી વર્જિન છે કે નહી, તેનો મતલબ તે બે રીતે જાણ થઈ શકે છે. જો તે પ્રેગનેટ થઈ ચુકી હોય કે પછી તે પોતે સ્વીકારી લે. એક સેફ હાઈમન ક્યારેય વર્જીનિટીનો પુરાવો નથી હોઈ શકતી, કારણ કે જાકાલ તો એક નાનકડું ઓપરેશન કરાવીને પણ આર્ટિફિશિયલ હાઈમન લગાવી શકાય છે. ઘણા ડોક્ટરો પાસે આવા કેસ આવી રહ્યા છે. હવે મેડિકલ સાયંસે એટલી પ્રગતિ કરી છે કે એક પ્લાસ્ટિક સર્જન સહેલાઈથી હાઈમનની જેવા ટિશ્યૂઝ બનાવી શકે છે. આ પ્રક્રિયાને હાઈમનોપ્લાસ્ટી કહે છે.

આગળ જાણો શુ છે હકીકત :


webdunia
P.R
સત્ય એ છે કે ફીમેલ પ્રાઈવેટ પાર્ટમાં રહેલા હાઈમનના સ્પચર થવાથી બ્લીડિંગ થવુએ વર્જિનિટીનો પુરાવો નથી. સત્ય એ છે કે કેટલીક મહિલાઓમાં તો હાઈમન જન્મથી હોતા જ નથી. ઘણી મહિલાઓમા આ લેયર ખૂબજ ઈલાસ્ટિક હોય છે અને ઈટરકોર્સ દરમિયાન પણ રપ્ચર નથી થતુ. એટલુ જ નહી ઘણી મહિલાઓને તેના રપ્ચર થવા વિશે જાણ પણ નથી થતી. હાઈમનને સેક્સ કર્યા વગર બીજા કારણોથી પણ નુકશાન થઈ શકે છે. સ્પોટ્ર્સ, ડાંસિંગ, ઘોડેસવારી કે ટૂ વ્હીકલ્સ પર પગ આમ તેમ કરીને બેસવાથી પણ તેને નુકશાન થઈ શકે છે. જે હાઈમનને પુરૂષ વર્જિનિટીના પુરાવા સમજે છે, તે લેયરનુ કામ સ્ત્રીઓના પ્રાઈવેટ પાર્ટને બહારી ઈંફેશનથી બચાવે છે.

ઈમાનદારી અને વિશ્વાસ છે જરૂરી

ફેક્ટ્સ કહે છે કે ફક્ત 42 ટકા સ્ત્રીઓને જ પહેલા ઈંટરકોર્સ દરમિયાન બ્લીડિંગ થાય છે. તેથી એવુ કહેવુ સમજદારી નથી કે પહેલીવાર બ્લીડ થવાનો મતલબ વર્જિન છે. યાદ રાખો હેપી મેરેજ માટે વર્જિનિટી જ એક આધાર નથી. જરૂરી છે કે બંને પાર્ટનર્સ વચ્ચે ઈમાનદારી અને વિશ્વાસનો સંબંધ કાયમ રહે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાઓની 26 અને પુરૂષોની 32માં યૌન ઉત્તેજના વધી જાય છે