Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3rd day- Happy chocolate Day

3rd day- Happy chocolate Day
, સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (17:11 IST)
Happy chocolate Day - 
 
 
9 ફેબ્રુઆરી - આ દિવસને ચોકલેટ ડે ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પ્રેમને ચોકલેત આપીને તમારા સંબંધોની મીઠાસથી ભરી શકો છો. 
 
તુ લાખોમાં એક છે, તુ જ દુનિયામાં બેસ્ટ છે
હુ છુ નસીબવાળો કે તુ મારી નિયરેસ્ટ છે
હેપી વેલેંટાઈન ડે 
હેપી ચોકલેટ ડે..

વેલેંટાઈન વીકનો ત્રીજો અને સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ મતલબ ચોકલેટ ડે. એક સ્વીટ ડિશના રૂપમાં તો ચોકલેટ જાણીતી છે જ, પરંતુ જ્યારે વાત આવે છે એકરાર-એ-મોહબ્બતની તો ચોકલેટનું મહત્વ વધી જાય છે. પ્રેમના એકરારની સાથે સાથે ઘણા અનેક રોગોનો ઈલાજ છે ચોકલેટ. 
 
પ્રેમનો એકરાર કરવો હોય તો ફૂલોની સાથે ચોકલેટ, રિસાયેલી ગર્લફ્રેંડને મનાવવી હોય તો ચોકલેટ, રડતા બાળકને હસાવવો હોય તો ચોકલેટ. સૌ વચ્ચે ખુશીની વહેંચણી કરવી હોય તો ચોકલેટ. જમ્યા પછી કંઈક ગળ્યુ ખાવુ હોય તો ચોકલેટ. જોયુ કેટલી કામની છે ચોકલેટ 
 

Share this Story:

Follow Webdunia gujarati