Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવ ટિપ્સ : મહિલાઓના દિલ સુધી પહોંચવાનો માર્ગ સેક્સ કે શોપિંગ નથી

લવ ટિપ્સ : મહિલાઓના દિલ સુધી પહોંચવાનો માર્ગ સેક્સ કે શોપિંગ નથી
P.R
તમારી બેટર હાફ કે ગર્લ ફ્રેન્ડના દિલ સુધી પહોંચવાનો માર્ગ એક સરસ મજાનું કોમ્પ્લિમેન્ટ હોઇ શકે છે. હેરાન ન થશો...આ માર્ગ અપનાવીને જુઓ. એક સંશોધન અનુસાર પોતાના પાર્ટનરનો મૂડ બૂસ્ટ કરવા માટે માત્ર એક કોમ્પ્લિમેન્ટ જ પૂરતું છે. સેક્સ, શોપિંગ કે ચોકલેટ તો હવે વિતેલા જમાનાની વાત થઇ ગઇ.

25થી 45 વર્ષની એજ ગ્રુપની 1,056 બ્રિટિશ મહિલાઓ પર એક સર્વે કરવામાં આવ્યો. લગભગ અડધી મહિલાઓએ જણાવ્યું કે પોતાનો મૂડ બૂસ્ટ કરવા તેઓ ચોકલેટ ટ્રીટ માટે જવાને બદલે હેર સલૂન જવાનું પસંદ કરે છે. તો એક તૃતિયાંશ મહિલાઓએ કહ્યું કે બેડરૂમમાં સેક્સ સેશન કરવાને બદલે તેઓ કપડાં ખરીદવા જવાનું પસંદ કરશે. જ્યારે વાત ચંપલની આવી તો 10માંથી એક કરતા વધુ મહિલાએ કહ્યું કે પોતાના સૌથી સેક્સી હિલ પહેરીને લપસી પડવામાં તેઓ સારો અનુભવ કરે છે, તેમાં તેમનો મૂડ સુધરે છે.

જોકે, હેર સ્ટાઇલ ખરાબ થઇ જાય કે પાર્ટનર સાથે લડાઈ થઇ જાય તો મહિલાઓનો મૂડ પોતાની જાતે જ ખરાબ થઇ જાય છે.

'સ્પાર્કલ ઓન' કેમ્પેન અંતર્ગત થયેલા એક સંશોધન અનુસાર વાસ્તવમાં કોઇની બેટર-હાફ કે પાર્ટનરની ખુશીઓ ઘણી નાની-નાની વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે.

સર્વેમાં સામેલ મહિલાઓમાંથી લગભગ બે તૃતિયાંશ(64%) મહિલાઓએ કહ્યું કે મૌસમ સારો હોય તો તેમનો મૂડ ઉત્તમ રહે છે. તો લગભગ એક તૃતિયાંશ કરતા વધુ(41%)એ કહ્યું કે કોઇ સારા કોમ્પ્લિમેન્ટ કે ટેક્સ્ટ મેસેજથી તેમનો મૂડ સારો થઇ જાય છે.

પોલ અનુસાર 35 ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ પોતાનો આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે દરરોજ પોતાના કપડાં સાથે અખતરાં કરે છે અને ચહેરા પર મેકઅપ કરે છે. સાથે આમ કરવાથી તેઓ પોતાની ત્વચાને વધુ સારી અનુભવે છે સાથે કમ્ફર્ટ પણ અનુભવે છે.

કોઈ મહિલા સારી દેખાઇ રહી છે... તેની સાથે જોડાયેલું ફીલ-ગુડ ફેક્ટર કેટલું પાવરફુલ હોય છે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે સર્વેમાં સામેલ મહિલાઓએ આ વિષે કેવા-કેવા જવાબ આપ્યા. મોટાભાગની મહિલાઓએ કહ્યું કે હેરસ્ટાઇલમાં ચેન્જ કરાવવાથી તેમનો આત્મવિશ્વાસ એટલો વધે છે જેટલો કદાચ પ્રમોશન મળવા, ડેટ પર જવાથી કે જિમનું સેનશ પૂરું કરવાથી નથી મળતો.

લેખક અને રિલેશનશિપ એક્સપ્રટ ડૉ. પેમ સ્પર અનુસાર, "આપણે સહુ વ્યસ્ત જીવન જીવી રહ્યાં છીએ અને ઘણી વસ્તુઓ આપણા કન્ટ્રોલની બહાર છે. આવામાં એ વસ્તુઓ પર ફોકસ કરવું સ્વાભાવિક છે જે આપણા કન્ટ્રોલમાં છે... જેમ કે આપણો દેખાવ. જો આપણે એવું અનુભવીએ છીએ કે આપણો મેકઅપ અને કપડાં સારા લાગી રહ્યાં છે તો આનાથી આપણો મૂડ તો સુધરે જ સાથે સાથે આત્મસન્માન પર પણ લાંબા સમય સુધી હકારાત્મક અસર દેખાય છે. પણ એવું નથી કે માત્ર હેર સ્ટાઇલ કે મેકઅપથી જ મહિલાઓનો આત્મવિશ્વાસ વધે છે, રૂટીનમાં નાના અમથા ફેરફારથી પણ ઘણી બધી હકારાત્મકતા આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati