Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવ ટિપ્સ: પુરૂષોને જીવનસાથીના રૂપમાં કેવી યુવતીઓ ગમે છે ?

લવ ટિપ્સ: પુરૂષોને જીવનસાથીના રૂપમાં કેવી યુવતીઓ ગમે છે ?
P.R
મન ખોલીને હંસી-મજાક કરવી એ માત્ર સ્વાસ્થ્ય માટે સારું છે એટલું જ નહીં પણ તેનાથી યૌવનમાં પણ નિખાર આવે છે. એક સર્વે મુજબ યુવતીઓ પોતાના ભાવિ જીવનસાથીનાં લક્ષણોમાં હાસ્યપ્રિયતાને બીજા ક્રમે પ્રાધાન્ય આપે છે. જ્યારે પુરુષો હા‍સ્યપ્રિય યુવતીને સૌથી વધુ પ્રાધાન્ય અને તેમની સુંદરતાને છેક નવમા ક્રમે જોતા હોવાની વાત સામે આવી છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો કોઇ મહિલા ખેલકૂદમાં રૂચિ ધરાવતી હોય અને હાસ્ય-વિનોદમાં આગળ રહેતી હોય તો તેનાથી તેના યૌવન અને તેની પ્રજનન ક્ષમતા વિશે જાણી શકાય છે. આ રિસર્ચ મુજબ, મહિલાઓ પોતાના ભાવિ જીવનસાથીમાં સૌથી વધુ ઉદારતા અને સમજદારીની શોધ કરે છે. આ બાદ બીજા નંબરે હાસ્યપ્રિયતા, ત્રીજા ક્રમે મનોરંજનપૂર્ણતા અને ચોથા સ્થાને રમતપ્રિયતા શોધતી હોય છે.

સંશોધન પત્રિકા અમેરિકન જર્નલ ઓફ પ્લેના અહેવાલ મુજબ, એક પુરુષ પોતાની જીવનસંગિનીમાં સૌથી વધુ હાસ્યપ્રિયતા પસંદ કરે છે જ્યારે શારીરિક સુંદરતા તેની પ્રાથમિકતામાં છેક નવમા ક્રમે આવે છે.

અને આ જ કારણ છે કે લોકો પોતાને એક હાસ્યપ્રિય વ્યક્તિના રૂપમાં રજૂ કરવા માગે છે અને આવું વર્તન તેમને દરેક પ્રકારે એક ફાયદાકારક સ્થિતિમાં પહોંચાડે છે.

Share this Story:

Follow Webdunia gujarati