Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લવ ટિપ્સ : આ પ્રકારનું સેક્સ જોખમી સાબિત થઈ શકે છે

લવ ટિપ્સ : આ પ્રકારનું સેક્સ જોખમી સાબિત થઈ શકે છે
P.R
શું તમે અસુવિધાજનક, ઉતાવળમાં અને અનેક આસનોવાળું સેક્સ કરો છો? જો હા તો અહીં આપવામાં આવેલી માહિતીને સારી રીતે વાંચી લેજો. તમને તમારું આ કામ તમને મોંઘુ પડી શકે છે. મેરીલેન્ડ સેન્ટર યુનિવર્સિટીના યુરોલોજિસ્ટ ડૉ. એન્ડ્ર્યુ ક્રેમરે પોતાના એક સંશોધનનો હવાલો આપતા જણાવ્યું કે અસુવિધાજનક પરિસ્થિતિઓમાં સેક્સ કરનારા પુરુષોને ગુપ્તાંગમાં ફ્રેક્ચરની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

ગુપ્તાંગ ફ્રેક્ચર એ પુરુષોને પણ થઇ શકે છે જેઓ જરૂરિયાત કરતા વધુ અલગ-અલગ પોઝિશનોમાં સેક્સ કરે છે. સંશોધન અનુસાર ગુપ્તાંગ ફ્રેક્ચરની સમસ્યા સામે ઝઝૂમી રહેલા મોટાભાગના પુરુષોના લગ્નેત્તર સંબંધ હોય છે જેના કારણે તેઓ અન્ય મહિલાઓ સાથે ચોરી-છુપે સેક્સ કરે છે અને તેના માટે કોઇપણ પરિસ્થિતિ અને સ્થળ પર સેક્સ કરતા અચકાતા નથી અને આ સાથે તેમણે ગુપ્તાંગના ફ્રેક્ચરની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ડૉક્ટર ક્રેમરે જણાવ્યું કે તેઓ ગુપ્તાંગ ફ્રેક્ચરથી પીડિત જે પણ પુરુષોને મળ્યા તેમનામાં મોટાભાગનાના લગ્નેત્તર સંબંધ હતા અને તેમણે બાથરૂમ, કાર, એલીવેટર્સ અને અન્ય અસુવિધાજન સ્થાનો પર સેક્સ કર્યું હતું.

આનાથી બચવા માટે ક્રેમરે કહ્યું કે પુરુષોએ સેક્સ કરતી વખતે ઉતાવળ ન કરવી જોઇએ. પુરુષોએ જ નહીં મહિલાઓ માટે પણ આ રીતે કરવામાં આવતું સેક્સ નુકસાનકારક સાબિત થઇ શકે છે અને તેમને ઇજા પહોંચી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati