Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વ્હાઈટ હાઉસ પર સ્મોક બોમ્બ ફેંકાયો

વ્હાઈટ હાઉસ પર સ્મોક બોમ્બ ફેંકાયો
વોશિંગટન , બુધવાર, 18 જાન્યુઆરી 2012 (11:46 IST)
.
P.R
અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસ પર બુધવારે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. હુમલા પછી તરત જ વ્હાઈટ હાઉસના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા. આ ઘટના વખતે અમેરિકાનાં પ્રમુખ બરાક ઓબામાં અને તેમની પત્ની મિશેલ ઓબામા વ્હાઇટ હાઉસમાં હાજર નહોતાં.બંન્ને ડિનર પાર્ટી માટે બહાર ગયાં હતાં.

મંગળવારે ઓક્યુપાઇ વોલ સ્ટ્રીટનાં પ્રદર્શનકારી વ્હાઇટ હાઉસ બહાર દેખાવો કરી રહ્યાં હતાં. સાંજ પડતાં જ ત્યાં લગભગ 1500 થી વધુ પ્રદર્શનકારીઓ જમા થઇ ગયાં. અંધારું થયાં બાદ ત્યાંનાં કેમ્પસમાં કોઇએ એકથી વધુ બોંબ ફેંકતાં પોલીસ ચોંકી ઉઠી. લોકોને દુર સુધી આ સ્મોક બોંબમાંથી નિકળતો ધુમાડો જોવા મળ્યો હતો.

આ ઘટના બાદ સુરક્ષા કર્મચારી એલર્ટ થઇ ગયાં. પણ અત્યારસુધી આ મામલે કોઇની ધરપકડ કરાઇ નથી. સીક્રેટ સર્વિસ રોબોટ મારફતે નોર્થ લોનની આ ઘટનાની તપાસ થઇ રહી છે.અને કોઇને પણ કેમ્પસ છોડવાની મનાઇ ફરમાવાઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati