મેક્સિકોમાં શનિવારે રાત્રે રર વ્યક્તિઓની હત્યા કરી દેવાઇ છે. આશંકા જણાવાઇ રહી છે કે આ હત્યા નશીલા પદાર્થો સાથે સંકળાયેલી બાબતમાં કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાના શહેર સૈનડિયાગો નજીકના તિજુઆનામાં એક પાર્ટીના ત્રણ બંદૂકધારીઓએ ગોળીબારી કરી, જેમાં પાંચ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ દરમિયાન ચિહુઆહુઆ રાજ્યમાં એક જેલમાં ચાર કેદીની હત્યા કરી દેવાઇ હતી. અન્ય એક જગ્યાએ આઠ વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયા હતા. ટોરેન શહેરમાં બંદૂકધારીઓએ પાંચ વ્યક્તિઓને ગોળીએ વીંધી દીધા છે.
મીડિયાના જણાવ્યા મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં મેક્સિકોમાં નશીલા પદાર્થોને લીધે થયેલી હિંસામાં વધારો થયો છે અને પ૦૦૦૦ થી વધુ લોકોની હત્યા કરી દેવાઇ છે. સેનાએ સંગઠિત અપરાધ સામે અભિયાન પણ શરૂ કર્યું છે