વિવાદાસ્પદ લેખક સલમન રશ્દીએ વિખ્યાત ઈસ્લામી દારુલ ઉલૂમ દેવબંધ દ્વારા તેમની ભારત યાત્રાના વિરોધને બાજુ પર મુકતા કહ્યુ કે તેમને અહી આવવા માટે વીઝાની જરૂર નથી
સલમાન રશ્દી 20થી 24 જાન્યુઆરી સુધી રાજસ્થાનની રાજધાની જયપુરમાં થનારા સાહિત્ય મહોત્સવમાં હિસ્સો લેવા માટે ભારત આવવાના છે. દેવબંદના જણાવ્યા અનુસાર સલમાન રશ્દીએ પોતાના લેખનથી મુસલમાનોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રશ્દીનો ઉપન્યાસ સેતાનિક વર્સિસ ખાસ્સો વિવાદાસ્પદ રહ્યો હતો અને તેના કારણે તેમને દુનિયાભરના મુસ્લિમોના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો.
દારૂલ ઉલુમ દેવબંધના પ્રમુખ મૌલાના અબ્દુલ કાસિમ નોમાનીએએ એક પ્રેસનોટમાં કહ્યુ હતુ કે ભારત સરકારને સલમાન રશ્દીના વિઝા રદ્દ કરી દેવા જોઈએ. રશ્દીએ મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.