પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં એક સીએનજી ફિલિંગ સ્ટેશન પર થયેલ કાર બોમ્બ વિસ્ફોટમાં મંગળવારે 20 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા અન્ય ઘાયલ થઈ ગયા.
ફૈસલાબાદના પોલીસ પ્રમુખ આફતાબ ચીમએ પત્રકારોને જણાવ્યુ કે સીએનજી સ્ટેશન પર ઉભેલી વિસ્ફોટોથી ભરેલી કારમાં વિસ્ફોટ થઈ ગયો. વિસ્ફોટથી સ્ટેશન પર ઘણા ગેસ સિલેંડરોમાં વિસ્ફોટ થયો, જેનાથી આસપાસની બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.
શહેરના વરિષ્થ પ્રશાસનિક અધિકારી નસીમ સાદિકે જણાવ્યુ કે આ ઘટનામાં 20 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. જો કે આ વિસ્ફોટની હજુ સુધી કોઈએ જવાબદારી લીધી નથી.