Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાઉદની કાર સળગાવનાર સ્વામી ચક્રપાણીની હત્યા કરી દેશમાં મોટાપાયે સાંપ્રદયિક તણાવ ઉતપન્ન કરવાનો ઉદેશ્ય

દાઉદની કાર સળગાવનાર સ્વામી ચક્રપાણીની હત્યા કરી દેશમાં મોટાપાયે સાંપ્રદયિક તણાવ ઉતપન્ન કરવાનો ઉદેશ્ય
, રવિવાર, 12 જૂન 2016 (12:42 IST)
દાઉદની કાર સળગાવનાર સ્વામી ચક્રપાણીની હત્યા કરી દેશમાં મોટાપાયે સાંપ્રદયિક તણાવ ઉતપન્ન કરવાનો ઉદેશ્ય
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની કાર ખરીદીને જાહેરમાં સળગાવનાર  સ્વામી ચક્રપાણીના જીવ સામે હવે જોખમ ઉભું થતું છે. દાઉદના રાઈટ હેંડ ગણાતા છોટા શકીલે ચક્રપાણીની હત્યાની યોઅજન તૈયાર કરી છે. તેમજ ચાર શાર્પ શૂટરોને ચક્રપાણીની હત્યા કરવાની સોપારી પણ આપી દીધી હતી. 
 
ચક્રપાણીની હત્યાનો પ્લાન ઘડયો છે અને આ તેણે કબ્લ્યું છે. કે ચારેય લોકોને મેં જ ચક્રપાણીની હત્યા  માટે સોપારી પણ આપી છે. જો કે તેઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ દિલ્હી પોલીસે તેઓને પકડી લીધા હતા.
 
દિલ્હી પોલીસના હાથમાં આવેલા આ ચાર માણસોએ એવી કબુલાત આપી છે કે, છોટા શકીલે પાંચ લાખ રૂપિયામાં સ્વામી ચક્રપાણીને પતાવી દેવા સોપારી આપી હતી. છોટા શકીલે પણ આ બાબતની પુષ્ટી કરી છે. તે કહે છે કે, મેં આ છોકરાઓને સ્વામી ચક્રપાણી ઉપરાંત છોટા રાજનને મારી નાખવાનો હુકમ આપ્યો હતો. જો કે સુત્રો કહે છે કે, આ છોકરાઓ માત્ર સ્વામીજીને જ મારવા આવ્યા હતા.
 
ડિસેમ્બર ૨૦૧૫માં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની કારની હરાજી થઈ હતી. જેણે ચક્રપાણી ખરીદી હતી અને ત્યારબાદ તેને ગાઝીયાબાદમાં જાહેરમાં સળગાવી દીધી  હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘેર બેઠા ડીગ્રી