પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરતા પરોક્ષ રૂપથી પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યુ કે ભારતના પડોશમાં આતંકવાદનુ પોષણ થઈ રહ્યુ છે. તેમણે કહ્યુ કે અમેરિકી કોંગ્રેસને રાજનીતિક ફાયદા માટે આતંકવાદનો ઉપદેશ આપનારાઓને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યુ, આમ તો આતંકવાદની છાયા દુનિયા ભરમાં ફેલાય રહી છે. પણ ભારતના પડોશમાં આ પાંગરી રહ્યો છે. આ સાથે જ તેમણે જોર આપ્યો કે આતંકવાદને શરણ, સમર્થન અને પ્રાયોજીત કરનારાઓને જુદા કરવાની જરૂર છે. તેમણે કહ્યુ, પોતાના રાજનીતિક લાભ માટે આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને ઈનામ આપવાનુ બંધ કરવુ તેમને જવાબદાર બનાવવા પ્રથમ પગલુ હશે.
યૂએસ કોંગ્રેસમાં વારે ઘડીએ તાળીઓના ગડગડાટ વચ્ચે અમેરિકી સાંસદોએ ઉભા થઈને પ્રધાનમંત્રીએ કહેલી વાતોનુ અભિનંદન કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદને ધર્મ સાથે ન જોડવો જોઈએ અને ના તો સારા અને ખરાબ આતંકવાદ વચ્ચે કોઈ ફરક ન કરવો જોઈએ. વૈશ્વિક આતંકવાદને દુનિયા સામે સૌથી મોટો પડકાર બતાવતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે જે માનવતામાં વિશ્વાસ રાખે છે તે સાથે આવે.