Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુસ્લિમ બહુમત દેશ પર બૈનના નિર્ણયનુ SCના સમર્થન પછી ટ્રંપે ટ્વીટ કર્યુ - Wow

મુસ્લિમ બહુમત દેશ પર બૈનના નિર્ણયનુ SCના સમર્થન પછી ટ્રંપે ટ્વીટ કર્યુ - Wow
, બુધવાર, 27 જૂન 2018 (12:03 IST)
અમેરિકી સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના એ વિવાદાસ્પદ નિર્ણયને કાયમ રાખ્યુ છે જેમા તેમણે સાત મુસ્લિમ બહુલ દેશોને પોતાની ત્યા આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. નવ સભ્યોની જજની પીઠમં તેના પક્ષમાં 5.4 વોટ આપવામાં આવ્યો. જો કે આ નિર્ણય વિરુદ્ધ વોટ કરનારા જજે કહ્યુ કે કોર્ટ ઐતિહાસિક ભૂલ કરી રહ્યુ છે કારણ કે આવુ કરીને તેઓ મુસ્લિમ વિરુદ્ધ ભેદભાવને યોગ્ય ઠેરવી રહ્યા છે. 
 
ચીફ જસ્ટિસ જૉન જી. રોબર્ટ્સે લખ્યુ કે રાષ્ટ્રપતિ પાસે વાહનવ્યવ્હારના નિયમનની પર્યાપ્ત શક્તિ છે. તેમને કાયદાને પડકાર આપનારી આ દલીલ રદ્દ કરી દીધી કે તેમની ભાવના મુસ્લિમ વિરોધી છે. તેમણે જો કે સાવધાનીપૂર્વક સામાન્ય રૂપથી કાયમી વસવાટ અને ખાસ કરીને મુસલમાનોને લઈને ટ્રંપના ભડકાઉ  નિવેદનોનુ સમર્થન નથી કર્યુ.  રોબર્ટ્સે લખ્યુ, અમે નીતિની ગંભીરતાને લઈને કોઈ વિચાર વ્યક્ત નથી કરી રહ્યા. 
 
કોર્ટના આ નિર્ણય પછી રાષ્ટ્રપતિ ટ્રંપે તેને અમેરિકાના લોકો અને સંવિધાનની જીત ઓળખાવી છે. તેમણે એક નિવેદનમાં કહ્યુ કે કોર્ટે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ઉઠાવેલ રાષ્ટ્રપતિના પગલાને યોગ્ય માન્યુ છે. તેમણે કોર્ટના નિર્ણય પછી ટ્વીટ કરતા લખ્યુ - Wow। 
 
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બહુમત દેશો પર અમેરિકા રાષ્ટ્રપતિ તરફથી પ્રતિબંધના આદેશની દુનિયાભરમાં આલોચના થઈ હતી. ત્યારબાદ ટ્રંપનાઆ નિર્ણયને કોર્ટમાં પડકાર આપ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે એક રાષ્ટ્રપતિ ટ્રંપની યાત્રા પ્રતિબંધ પોલિસી જે દેશો પર લાગૂ થાય છે તેમા મુસ્લિમ બહુલ દેશ ઈરાન,  લીબીયા, સોમાલિયા, સીરિયા અને યમનનો સમાવેશ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખાદીએ દેશમાં સ્વરોજગાર સાથે સ્વાવલંબન આપવાનું કાર્ય કર્યું - અમિત શાહ