Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Oscars ના મંચ પર ગુસ્સે જોવા મળ્યા Will Smith, ક્રિસ રૉકને મારી થપ્પડ અને પછી માંગી માફી, જાણો શુ હતો મામલો

Oscars ના મંચ પર  ગુસ્સે જોવા મળ્યા Will Smith, ક્રિસ રૉકને મારી થપ્પડ અને પછી માંગી માફી, જાણો શુ હતો મામલો
, સોમવાર, 28 માર્ચ 2022 (13:23 IST)
Oscars 2022માં અચાનક એ થઈ ગયુ જેની આશા નહોતી. હસી ખુશીના વાતાવરણ વચ્ચે અચાનક વિલ સ્મિથ  (Will Smith)ને ઓસ્કર હોસ્ટ પર ખૂબ ગુસ્સો આવ્યો.  ઉલ્લેખનીય છે કે સ્મિથે સ્ટેજ પર જઈને પ્રેજેંટર ક્રિસ રોક  (Oscar Host Chris Rock)ને જોરદાર મુક્કો મારી દીધો હતો. જોકે પછી સ્મિથે માફી માંગી પણ્ણ ક્રિસ પાસે નહી. સમાચાર મુજબ પ્રેજેંટર ક્રિસ રૉક  (Chris Rock) એ વિલ સ્મિથ(Will Smith)ની પત્ની પર મજાક કરી હતી. તેમને વિલ સ્મિથની પત્નીના વાળને લઈને કમેંટ કરી હતી.  જ્યારબાદ વિલ સ્મિથ ખુદને રોકી ન શક્યા અને મંચ પર જઈ પહોંચ્યા. જ્યારે વિલ સ્ટેજ પર આવ્યા તો ક્રેસ તેમને જોતા જ રહી ગયા. વિલ એ આવતા જ ક્રિસને જોરદાર મુક્કો જડી દીધો. 
 
શુ બોલ્યા વિલ સ્મિથ ? 
 
વિલ સ્મિથે ક્રિસ રોકને મુક્કો માર્યા બાદ બાદમાં માફી માંગી હતી. અભિનેતાએ ડાયરેક્ટ ક્રિસની માફી માંગી ન હતી, પરંતુ ઓસ્કાર/એકેડમીની માફી માંગતી વખતે તેણે કહ્યું- 'હું એકેડમીની માફી માંગવા માંગુ છું. હુ મારા ફૈલો નૉમિનીજ પાસે પણ માફી માંગુ છુ. આ ખૂબ જ ખાસ અને ખૂબસૂરત મોમેંટ છે અને હુ મારા એવોર્ડ જીતવાની ખુશીમાં રડી નથી રહ્યો. હુ લોકો પર પ્રકાશ નાખી શકુ એ બદલ હુ ખુશ છુ. હુ ખુદને હાલ એક પાગલ થયેલા પિતાની સમાન અનુભવી રહ્યો છુ જે ખુશ છે. જેવુ કે બધા રિચર્ડ વિલિયમ્સ માટે કહેતા હતા. પ્રેમ તમને બધા ઉંધા છતા કામ કરાવી દે છે. 
 
વિલની આ હરકતથી સો.મીડિયા યુઝર્સે પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. તમાચો પડ્યા બાદ ક્રિસ  પણ એકાદ બે મિનિટ માટે કંઈ જ બોલી શક્યો નહોતો. વિલે રોકને કહ્યું હતું કે તે તેની પત્નીનું નામ બીજીવાર ના લે અને ક્રિસે જવાબ આપતા કહ્યું હતું કે તે હવે આવું ક્યારેય નહીં કરે. અવોર્ડ સેરેમનીમાં સામેલ મહેમાનો, ટીવી દર્શકો તથા સો.મીડિયા યુઝર્સ શૉક્ડ થઈ ગયા હતા. વિલ તથા  ક્રિસ સો.મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા હતા.
 
વિલ સ્મિથને આ વર્ષે ફિલ્મ 'કિંગ રિચર્ડ' માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. વિલે આ ફિલ્મ માટે  બેસ્ટ એક્ટરનો અવોર્ડ જીત્યો હતો. ફિલ્મમાં ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ તથા વીનસ વિલિયમ્સના પિતા રિચર્ડની વાત કહેવામાં આવી છે. તેમણે પોતાના જુનૂનથી બાળકોને સારા પ્લેયર બનાવ્યા છે. આ ફિલ્મમાં વિલની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટા ફેરફાર માટે રહો તૈયાર - એક એપ્રિલથી બદલાશે પીએફ ખાતાથી લઈને જીએસટી સુધીના નિયમ, અહી પડશે મોંઘવારીની માર