Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vladimir Putin - શુ ખરેખર પુતિનને પડકારનારુ કોઈ નથી ?

Vladimir Putin - શુ ખરેખર પુતિનને પડકારનારુ કોઈ નથી ?
, મંગળવાર, 20 માર્ચ 2018 (17:10 IST)
પુતિન નહી તો રૂસ નહી.. આ માનવુ છે કે ક્રેમલિનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફનુ. વ્લાદિમીર પુતિન ને ચોથી વાર રૂસના રાષ્ટ્રપતિ પસંદગી કરનારા લાખો રૂસી પણ આ જ દોહરાવે છે. પુતિને એકવાર ફરીથી લોકોનો  વિશ્વાસ જીત્યો છે. તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે તેમનુ સ્થાન બીજુ કોઈ નથી લઈ શકતુ.  
 
સત્તાવાર પરિણામો મુજબ તેમને 76 ટકાથી વધુ વોટ મળ્યા છે અને આ ટકા વર્ષ 2012ની ચૂંટણીથી પણ વધુ છે.  
 
21મી સદીના રૂસમાં લોકો દેશના ટોચ વ્યક્તિના રૂપમાં ફક્ત વ્લાદિમીર પુતિન જાણે છે. 
પોતાના શાસનકાળ દરમિયાન પુતિન પ્રધાનમંત્રી (1999) થી લઈને રાષ્ટ્રપતિ બન્યા (2000-2008) અને ફરીથી પ્રધાનમંત્રી બન્યા. (2008-2012) આ દરમિયાન પુતિન વર્ષ 2012માં ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. 
 
હવે પુતિને ફરીથી રાષ્ટ્રપતિના રૂપમાં પસંદગી કરવામાં આવી છે. આ તેમનુ ચોથુ કાર્યકાળ થશ્સે જે વર્ષ 2024 સુધી ચાલશે. પણ એક કેજીબી એજંટથી એ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ કેવી રીતે બન્યા એ જરૂર દિલચસ્પીનો વિષય છે. તેમના આ રાજનીતિક યાત્રામાં કયા મહત્વપૂર્ણ પડાવ આવ્યા આજે એ તમને બતાવી રહ્યા છીએ. 
webdunia
- મોસ્કોની ખામોશી - શીત યુદ્ધની સમાપ્તિન અંતિમ ગાળામાં વ્લાદિમીર પુતિનના ઉઠવાના શરૂઆતી વર્ષ હતા. 1989 ક્રાંતિના સમયે એ તત્કાલિન સામ્યવાદી પૂર્વી જર્મનીમાં કેજીબીના એજંટ હતા. ત્યારે તેમની સ્થિતિ વધુ સારી નહોતી.  પુતિન પોતે  બતાવે છે કે કેવી રીતે  દ્રેસદેનમાં કેજીબીના મુખ્યાલયને ભીડ દ્વારા ઘેરી લેતા તેઓ મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. તેમને મદદ માટે રેડ આર્મી ટેંકને ફોન કર્યો પણ મિખાઈલ ગોર્બાચોવના કારણે મૉસ્કો ચુપ રહ્યુ.  ત્યારે તેમણે ખુદ મૉસ્કોની તરફથી નિર્ણય લઈ લીધો અને રિપોર્ટ્સ સળગાવવા શરૂ કરી દીધા.  તેમણે એક પુસ્તમાં બતાવ્યુ છે કે 'મે જાતે મોટી સંખ્યામાં રિપોર્ટ્સ સળગાવ્યા છે. એટલા કે ત્યા આગ ભભકી ઉઠી'. 
 
-  રૂસના બીજા મોટા શહેરમાં - તે પોતાના ગૃહનગર લેનિનગ્રાદ (પછી તેનુ આખુ નામ પીટસબર્ગ રાખવામાં આવ્યુ) માં પરત ફરતા પુતિન રાતોરાત નવા મેયર એનાતોલી સોબચાકના ખાસ બની ગયા. 
 
 મેયર પોતાની જૂની સ્ટુડેંટને યાદ કરે છે.  તેમણે પુતિનને રાજનીતિ માં પહેલી નોકરી 1990માં આપી હતી. સામ્યવાદી પૂર્વી જર્મનીના વિઘટન પછી પુતિન એવા નેટવર્કનો ભાગ હતા જે પોતાની ભૂમિકા ગુમાવી બેસ્યુ હતુ.   પણ તેમને નવા રૂસમાં વ્યક્તિગત અને રાજનીતિક રૂપે આગળ વધવા માટે સારી તક આપવામાં આવી હતી. 
 
નવુ રૂસ બન્યા પછી પુતિનનો અનુભવ કામ આવ્યો.  તેમણે જૂની મિત્રતાનો ફાયદો ઉઠાવ્યો. નવા સંપર્ક બનાવ્યા અને નવા નિયમો સાથે રમવુ સીખ્યુ. લાંબા સમય સુધી તેઓ એનાતોલી સોબચાકના ડેપ્યુટી રહ્યા. 
webdunia
- . મોસ્કોની નજરમાં આવવુ - પુતિનના કેરિયરનો ગ્રાફ ચઢવો શરૂ થઈ ગયો હતો. પોતાના કેજીબીના સમયથી જ પુતિન જાણતા હતા કે કોઈ સંભ્રાંત લોકો વચ્ચે સંપર્ક બન્યો છે. તે પોતાના ગુરૂ સોબચાકના નિધન પછી મોસ્કો જતા રહ્યા. જ્યા તે કેજીબી પછી બનેલ એજંસી એફએસબી સાથે જોડાય ગયા.  બોરિસ યેલ્તસિન રૂસના રાષ્ટ્ર્પતિ બન્યા અને પછી પુતિનની તેમની સાથે નિકટતા વધી ગઈ. પુતિને પોતાનાઅ સંપર્કો અને કુશળ સંચાલન ક્ષમતાને કારણે બોરિસના નિકટ આવતા ગયા. 
 
- . અચાનક બન્યા રાષ્ટ્રપતિ - યેલ્તસિનના વ્યવ્હાર અસ્થિર થતો જઈ રહ્યો હતો અને તેમણે 31 ડિસેમ્બર 1999 ના રોજ રાજીનામુ આપી દીધુ. પુતિનને બર્જોવેસ્કી અને અન્ય ઑલીગાર્ક (વ્યવસાયીઓનો સમૂહ) નો સાથ મળી ગયો. 
 
તેમની મદદથી પુતિન કાર્યકારી રાષ્ટ્રપતિ બની ગયો અને ફરી માર્ચ 2000માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયા. વેપારી અને યેલ્તસિનના રાજનીતિક પરિવારના સુધારક પુતિનના રાષ્ટ્રપતિબનવાથી ખુશ હતા અને તેથી તેમની ખુરશી પણ સુરક્ષિત હતી. 
webdunia
- . મીડિયા પર કાબુ - પુતિને સત્તામાં આવતા જ મીડિયા પર નિયંત્રણ કરી લીધુ. એવુ થવુ ઓલીગાર્ક માટે ઝટકો હતો. કારણ કે તેમણે પુતિન પાસેથી આવી આશા નહોતી.  તેનાથી એ પણ સ્પષ્ટ થઈ ગયુ કે પુતિન આગળ કેવી રીતે કામ કરવાના છે. મીડિયા પર કાબુ કરવાથી પુતિનને બે ફાયદા થયા. તેનાથી જ્યા આલોચકો પર નિયંત્રણ રાખવામાં મદદ મળી તો બીજી બાજુ રૂસ અને પુતિન સાથે જોડાયેલ સમાચાર પણ એ જ રીતે સામે આવ્યા જે રીતે પુતિન ઈચ્છતા હતા. 
 
રૂસી એ જ જોતા હતા જે પુતિન ઈચ્છતા હતા. કેટલાક લોકોએ સ્વતંત્ર પત્રકારિકા કરવાની કોશિશ કરી પણ તેને બંધ કરી દીધી કે ઓનલાઈનમાં શિફ્ટ કરી દેવામાં આવી. આવો જ એક મામલો ટીવી રેન સાથે થયો હતો. 
 
- ઓલીગોર્કીને હટાવ્યા - પુતિને સૌ પહેલા સત્તા પર નિયંત્રણ રાખનારા ઑલીગોર્કીને હટાવ્યા. રૂસની મોટી કંપનીઓ અને વેપારી ધીરે ધીરે પુતિનના સહયોગીના નિકટ આવતા ગયા અને એ જ રીતે તેમની નિષ્ઠા બદલાય ગઈ. 
 
- મારી સાથે ન ટકરાશો - પોતાના પૈટર્ન પર ચાલતા પુતિને ધીરે ધીરે પોતાના વિશ્વાસપત્ર નેતાઓને ગર્વનર બનાવીને રૂસના 83 ક્ષેત્રો પર પોતાનુ નિયંત્રણ કરી લીધુ.  તેમને વર્ષ 2004માં ક્ષેત્રીય ચૂંટણીને ખતમ કરી દીધુ.  તેના બદલે તેમણે ત્રણ ઉમેદવારો અને ક્ષેત્રીય ધારાસભ્યોની એક યાદી બનાવી જે આગામી ગવર્નર પસંદ કરી શકે. 
 
લોકતંત્રને લઈને થયેલ વિરોધ પછી વર્ષ 2012માં ક્ષેત્રીય ચૂંટણી થવી શરૂ થઈ પણ છતા પણ પુતિનનો દબાણ કાયમ રહ્યુ. 
 
- ઉદારવાદ સાથે છેડખાની - 2011થી 2013 વચ્ચે મૉસ્કોના બોલોશ્નિગા પ્રદર્શનોથી લઈને આખા રૂસમાં અનેક સામૂહિક પ્રદર્શન થયા જેમા સ્વચ્છ ચૂંટણી અને લોકતાંત્રિક સુધારની માંગ કરવામા6 આવી.  વર્ષ 2000માં પડોશી રાષ્ટ્રોમાં થયેલ રંગબિરંગી ક્રાંતિયો અને પછી અરબ સ્પ્રિંગ પછી પુતિને જોયુ કે આ લોકોના વિચાર બદલી શકે છે.  તેમની આ વાત પર નજર હતી કે કેવી રીતે સત્તાવાદી નેતા દરેક સ્થાનથી પોતાની તાકત ગુમાવતા જઈ રહ્યા છે.  પુતિને જોયુ કે આ ચર્ચિત પ્રદર્શનોથી પશ્ચિમી સરકાર રૂસમાં પાછળના દરવાજાથી દાખલ થઈ શકે છે. 
 
આ ઉપરાંત ક્રાંતિ પછી અરાજકતા અને ઉત્તરી કૉકસસમાં ઈસ્લામવાદીઓને એક ઉર્વરક જમીન મળતી. પુતિને તેની અનુમતિ નહી આપે તેથી શૈલીમાં એક પરિવર્તન જરૂરી છે. પુતિને થોડા સમય માટે ઉદારવાદનો પ્રયોગ કર્યો. તેમને રાજનીતિક વિકેન્દ્રીકરણની વાત કરી અને કહ્યુ કે ક્ષેત્રની અર્થવ્યવસ્થા પર એક મોટુ નિયંત્રણ થવુ જોઈએ. પુતિન પોતાના દરેક ભાષણમાં સુધાર શબ્દનો પ્રયોગ કરે છે. 
webdunia
- ક્રીમિયા પર કબજો - યૂક્રેનમાં ક્રાંતિ પછી ખાલી થયેલી સત્તાને પુતિને એક તક આપી દીધી. વર્ષ 2014માં ક્રીમિયા પર રૂસનો કબજો પુતિનની સૌથી મોટી જીત હતી અને પશ્ચિમ માટે અપમાનજનક ઝટકો હતો.  પુતિન જાણે છે કે રૂસ એકલુ વિશ્વમાં પોતાનુ સ્થાન બનાવી શકતુ નથી. પણ તેઓ એ પણ જાણે છે કે શીત યુદ્ધના સમયની જેમ સુપરપાવર બનવાની જરૂર નથી. 
 
- પશ્ચિમની નબળાઈનુ શોષણ - પુતિન જાણે છે કે પશ્ચિમમાં સામંજસ્યનો અભાવ છે. રૂસનુ સીરિયામાં દખલ અને અસદની સેનાઓના સમર્થનથી તેમણે પશ્ચિમને જાળમાં ફાંસી લીધુ. તેમણે સંઘર્ષ ક્ષેત્રમાં કરવામાં આવેલ પહેલ પર જીત પણ મેળવી. 
 
પુતિનની ક્ષેત્રમાં ભાગીદારીએ તેમને અનેક ગણો ફાયદો પણ આપ્યો. તેણે મધ્ય પૂર્વમાં કોઈ એક દેશના નિયંત્રણને સમાપ્ત કરી નાખ્યુ.   તેમણે નવા હથિયાર અને સૈન્ય રણનીતિને અપનાવવાની તક આપી. સાથે જ આ સંદેશ પણ આપ્યો કે રૂસ પોતાના ઐતિહાસિક ગઠબંધનોને ભૂલતુ નથી. અસદ વંશ રૂસનો ખૂબ જ જૂનો મિત્ર રહ્યો છે. 
 
રૂસમાં હાલ વ્લાદિમીર પુતિનની સ્થિતિ અભૈદ લાગે છે. પણ 2024માં શુ થશે જ્યારે તેમનુ કાર્યકાળ સમાપ્ત થશે. તે 70 વર્ષના શઈ ચુક્યા હશે અને રિટાયરમેંટનો તેમનો કોઈ ઈરાદો નથી લાગતો.  કોઈ નથી જાણતુ કે 2024 પછી તેમની શુ યોજના છે અને તેઓ ક્યા સુધી સત્તા પર પોતાની પકડ બનાવી રાખશે ? 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સમ્રાટ અશોકના શિલાલેખને 3 વર્ષથી પ્રવાસીઓ જોઈ શકતા નથી