Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#webviral! કંડોમની જાહેરાત પર બૈન લાગતા લોકો થયા નારાજ

#webviral!  કંડોમની જાહેરાત પર બૈન લાગતા લોકો થયા નારાજ
, બુધવાર, 1 જૂન 2016 (14:34 IST)
કંડોમની જાહેરાતને જોવાના અનેક નજરિયા હોઈ શકે છે. જ્યારે મામલો આટલો નાજુખોય અને લોકોની ભાવનાઓ તેની સાથે જોડાયેલી હોય તો ઘણુ બધુ છુપાવીને પણ  મતલબની વાત કહેવામાં આવે છે. પાકિસ્તાનમાં તો આ પણ મંજૂર નથી. 
 
પાકિસ્તાનના મીડિયા બોર્ડને તેમા પણ ખરાબી જોવા મળી. પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગુલેટરી અથોરિટી (પીઈએમઆરએ)એ તાજેતરમાં ટીવી અને રેડિયો ચેનલ્સને કંડોમની જાહેરાતો, કાંટ્રાસેપ્ટિવ અને બર્થકંટ્રોલ પ્રોડક્ટ્સ પર રોક લગાવવાનો આદેશ આપી દીધો છે. 
 
મીડિયાના બધા માધ્યમને આ બાબતનો આદેશ આપવામાં આવ્યો છે જેના મુજબ તરત જ આવી જાહેરાતોનુ પ્રસારણ રોકવુ જોઈએ. જાહેરાત મુજબ જનરલ પબ્લિક આ પ્રકારના પ્રોડક્ટ્સ બાળકોને બતાવવાને લઈને ચિંતિત છે. બાળકો જોઈને તેના ઉપયોગને લઈને ઉત્સુક થઈ જાય છે. 
 
આ બેન પર માતા પિતા અને ધાર્મિક સંસ્થાઓ ખૂબ ખુશ થઈ. પાકિસ્તાનમાં ખુલ્લા વિચાર રાખનારા નાગરિકોએ આની ખૂબ નિંદા કરી. તેમના મુજબ આ નિર્ણય પાકિસ્તાનની આઝાદી પર નિયંત્રણ રાખવાના સરકારના પોગ્રામ વિરુદ્ધ છે. 
 
આ રીતે એક વિવાદ શરૂ થયો જેમા આ પગલાનો વિરોધ અને સપોર્ટ જોરદાર રીતે કરવામાં આવ્યો.  ઈલેક્ટ્રોનિક મીડિયા રેગુલેટરી અથોરિટીએ ફરીથી એક નોટિસ રજુ કરી કહ્યુ, "બંને પક્ષના તર્ક સાંભળ્યા પછી આ નિર્ણય પર સારી રીતે વિચાર વિમર્શ માટે મોકલવામાં આવે છે." જ્યા સુધી આ મુદ્દા પર અન્ય કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યા  સુધી આ પ્રકારની જાહેરાતો જે સમયે બાળકો સૌથી વધુ ટીવી જુએ છે તે સમયે બતાવવામાં આવશે નહી. 
 
આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ મુદ્દાને લઈને વિવાદ છેડાયો છે. ટ્વિટર પર કરવામાં આવેલ ટ્વિટ્સ પણ મજેદાર તંજ કસેલા છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુસલમાનોને આતંકવાદના કેસમાં ફંસાવવાની ચિંતાની વાત - કાયદા મંત્રી ગૌડા