સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે. જાપાનના ટોકિયોમાં ચિબા જૂલૉજિકલ પાર્કમાં એક વિઝિટરે આ વીડિયો બનાવ્યો છે. જે ઈંટરનેટ પર વાયરલ થઈ ગયો છે.
હકીકતમાં બાળક સિંહના પિંજરા પાસે ઉભો હતો. સિંહ દોડીને આવ્યો અને બાળક પર હુમલો કરી દીધો પણ કાચથી બનેલા પિંજરા સાથે ટક્કર થઈ ગઈ. ગ્લાસ વૉલ સાથે આ 180 કિલોનો સિંહ જોરથી અથડાયો. બાળક આ દ્રશ્ય જોઈને ગભરાઈને ગ્લાસ વૉલથી દૂર ભાગી ગયો.