વિયેતનામના બા ના હિલ્સમાં કાઉ પુલને ગોલ્ડન બ્રિજનુ નામ આપવામાં આવ્યુ છે. લોકોને આ બ્રિજ ખૂબ પસંદ પડી રહ્યો છે. આ બ્રિજની ખાસ વાત એ છે કે આ બ્રિઝ 2 હાથ પર ટકેલો છે. લોકોને આની ડિઝાઈન અને અહીથી દેખાતો નજારો ખૂબ પસંદ પડી રહ્યો છે. હનોઈની ટૂરિસ્ટ વૉન્ગ થૂ લિને કહ્યુ - એવુ લાગી રહ્યુ છે કે હુ વાદળો પર ચાલી રહી છુ. આ ખૂબ ખાસ છે. લોકોને તેની ડિઝાઈન ખૂબ પસંદ પડી રહી છે.
આ બ્રિજ સમુદ્રતટથી 1400 મીટર ઉપર અને 150 મીટર લાંબો છે. પુલ પરથી પર્વત અને જંગલ સ્પષ્ટ દેખાય છે. બ્રિજના બંને હાથને પત્થરના રંગે રંગ્યો છે. જેને જોવા માટે હજારો પર્યટકો પહોંચી રહ્યા છે. આ બ્રિજને TA Landscape Architecture એ બનાવ્યો છે. કંપનીના ડિઝાઈન પ્રિંસિપલ વુ વીટ એન એ કહ્યુ - આ બ્રીજ બે હાથ પર ટકેલો છે. આ હાથને giant hands of Gods કહેવામાં આવી રહ્યુ છે.