Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉરી હુમલો કાશ્મીરમાં ઈંડિયાની ક્રૂરતાની પ્રતિક્રિયા - નવાઝ શરીફ

ઉરી હુમલો કાશ્મીરમાં ઈંડિયાની ક્રૂરતાની પ્રતિક્રિયા - નવાઝ શરીફ
ઈસ્લામાબાદ. , શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (13:18 IST)
પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે પુરાવા વગર પાકિસ્તાન પર દોષારોપણ કરવાને લઈને ભારતની નિંદા કરી અને દાવો કર્યો કે ઉરીમાં થયેલ આતંકવાઈ હુમલો કાશ્મીરમાં પરિસ્થિતિને લઈને લોકોની પ્રતિક્રિયાનુ પરિણામ હોઈ શકે છે. 
 
શરીફે લંડનમાં સંવાદદાતાઓને કહ્યુ, 'ઉરી હુમલો કાશ્મીરમાં પ્રતાડનાની પ્રતિક્રિયા હોઈ શકે છે. કારણ કે છેલ્લા બે મહિનામાં માર્યા ગયેલા અને પોતાની આંખો ગુમાવાનારા લોકોના પ્રિયજન અને નિકટના સંબંધીઓ દુખી અને ગુસ્સામાં છે. 
 
શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લીધા પછી ન્યૂયોર્કથી આવતી વખતે લંડનમાં રોકાયા હતા. શરીફે કહ્યુકે ભારતે કોઈપણ તપાસ કર્યા વગર પાકિસ્તાનને ઉતાવળમાં દોષી ઠેરવ્યા. તેમણે કહ્યુ કે ભારતે પાકિસ્તાનને પુરાવા વગર જવાબદાર ઠેરવીને ગૈરજવાબદાર વ્યવ્હાર કર્યો. 
 
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં શરીફના હવાલાથી કહેવામાં આવ્યુ, "ભારત કોઈ તપાસ કર્યા વગર ઉરી ઘટનાના થોડા કલાક પછી પાકિસ્તાન પર આરોપ કેવી રીતે લગાવી શકે છે.  તેમણે આરોપ લગાવ્યો કે આખી દુનિયા કાશ્મીરમાં ભારતના આત્યાચારો વિશે જાણે છે.  જ્યા અત્યાર સુધી લગભગ 108 લોકો માર્યા ગયા છે અને 150 લોકોએ આંખ ગુમાવી છે અને હજારો લોકો ઘાયલ થયા છે. 
 
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ નિર્દોષ કાશ્મીરીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલ કથિત પ્રતાડના પર જોર આપતા કહ્યુ કે પાકિસ્તાન પર આરોપ લગાવતા પહેલા ભારતે કાશ્મીરમાં પોતાની નૃશંસ ભૂમિકાને જોઈ જોઈએ. શરીફે કહ્યુ કે જમ્મુ કાશ્મીર વિવાદના સમાધાનના સિવાય ક્ષેત્રમાં સ્થાઈ શાંતિ સ્થાપિત કરવી અશક્ય છે. 
 
ઉલ્લેખનીય છે કે ગયા રવિવારની સવારે જમ્મુ કાશ્મીરના ઉરીમાં સૈન્ય શિબિર પર જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના હુમલામાં 18 જવાન શહીદ થઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આ નિંદનીય કૃત્યને અંજામ આપનારાઓને માફ કરવામાં નહી આવે. આ ઘટના પછી ભારત અને પાકિસ્તાનમાં રાજનયિક સ્તર પર ખૂબ તણાવ ઉભો થઈ ગયો છે અને બંને પક્ષ એકબીજા પર નિશાન તાકી રહ્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના એક નાનકડા ગામને એનઆરઆઈએ વિકાસ મોડેલ બનાવ્યું.