Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રમ્પ આજે લેશે શપથ, પૂર્વ ગવર્નર અને તેમના જમાઈ પણ બનશે ટીમમા જોડાશે

ટ્રમ્પ આજે લેશે શપથ, પૂર્વ ગવર્નર અને તેમના જમાઈ પણ બનશે ટીમમા જોડાશે
વોશિંગટન. , શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (11:13 IST)
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેશે. અમેરિકામાં 50થી વધુ મહત્વપૂર્ણ પદો પર કાર્યકરતા અધિકારીઓને ટ્રંપે પોતાના સ્ટાફમાં સામેલ કરવાની રજુઆત કરી. તેમા ઉપ રક્ષા મંત્રી રાબર્ટ વર્ક અને આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલ મામલાના પ્રતિનિધિ બ્રૈટ મૈકબર્ગનો સમાવેશ છે.  ઉલ્લેખનીય છે કે ટ્રંપની ટીમમા તેમના જમાઈ કુશનેરનો પણ સમાવેશ છે. આ સમારોહ સ્થાનિક સમય મુજબ આજે બપોરે 12 વાગ્યે અને ભારતીય સમય મુજબ આજે રાતે 10.30 વાગ્યે, વેસ્ટ ફ્રન્ટ ટેરેસ, યૂએસ કેપિટોલ બિલ્ડિંગ, વોશિંગ્ટન ડી.સી. ખાતે યોજવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ થોડા દિવસ અગાઉ નવેમ્બરમાં યોજાયેલ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવીને પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને હોદ્દાના શપથ લેવડાવશે. તેઓ એ માટે બે બાઈબલ ગ્રંથનો ઉપયોગ કરશે. એક બાઈબલ હશે, દેશના પ્રથમ પ્રમુખ અબ્રાહમ લિંકને 156 વર્ષ અગાઉ, 1861માં ઉપયોગમાં લીધેલું અને બીજું બાઈબલ હશે, ટ્રમ્પને એમના માતાએ 1955માં ગિફ્ટમાં આપેલું.
 
ટ્રમ્પ શપથ લેશે ત્યારબાદ એમના ડેપ્યૂટી, અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સ શપથ ગ્રહણ કરશે. ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં વિદાય લેનાર પ્રમુખ બરાક ઓબામા હાજર રહેશે એવી ધારણા છે.
 
ટ્રમ્પના શપથવિધિ પ્રસંગને લગતી વિગત પર એક નજરઃ
 
- ટ્રમ્પ અમેરિકાના 45મા પ્રમુખ તરીકે શપથ લેશે
 
- સમારંભનો થીમ છે, ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન’
 
-  અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવડાવશે
 
- ટ્રમ્પ બે બાઈબલ ગ્રંથ પર હાથ મૂકીને શપથ લેશે,  એક અબ્રાહમ લિંકનના બાઈબલ ઉપર હાથ મૂકીને શપથ લેશે અને બીજું, માતાએ 1955માં ગિફ્ટમાં આપેલા બાઈબલ ઉપર પણ હાથ મૂકીને શપથ લેશે
 
- ટ્રમ્પના શપથવિધિ સમારોહનો અંદાજિત ખર્ચ 6.5 કરોડથી 7.5 કરોડ ડોલર
 
-2009માં ઓબામાના શપથવિધિ સમારોહનો ખર્ચ હતો 5.3 કરોડ ડોલર
 
-ઓબામા કરતાં ટ્રમ્પના શપથવિધિ સમારોહનો ખર્ચ બમણો
 
-મુંબઈના કલાકારો પરફોર્મ કરશે, 7-મિનિટનો કાર્યક્રમ
 
-સુરેશ મુકુંદેનું ગ્રુપ રજૂ કરશે ભારતીય ક્લાસિકલ ડાન્સ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE 2nd ODI: ભારતે ઈગ્લેંડને આપ્યુ 382 રનનું વિશાળ લક્ષ્ય