. અમેરિકાના ટેનેસી રાજ્યમાં ક્રિસમસનો તહેવાર ઉજવવા દરમિયાન આગ લાગવાથી તેલંગાનાના ત્રણ કિશોર ભાઈ બહેનો સહિત ચાર લોકોનુ મોત થઈ ગયુ. યુએસએ ટુડેંની રિપોર્ટ મુજબ ઘરમાં આગ લાગવાથી એક મહિલા અને ત્રણ ભારતીય બાળકો માર્યા ગયા. આ બાળકો ટેનેસીના મેમફિસમાં મહિલાના પરિવાર સાથે રજાઓ વિતાવી રહ્યા હતા.
સમાચાર પત્રએ કોડરાઈટ્સ ચર્ચની તરફથી રજુ એક નિવેદનના હવાલાથી કહ્યુ, કોલીરવિલેની કારી કોડરાઈટ અને ભારતના નાઈક પરિવારના ત્રણ બાળકો શેરૉન (17) જોય (15), અને એરોન (14) આગ લાગવાની ઘટનામાં માર્યા ગયા. બીજી બાજુ તેલંગાનામાં બાળકોના પરિજનોએ બાળકોની ઓળખ સાત્વિકા નાઈક, સુહાના નાઈક અને જયા સુચિતના રૂપમાં કરી છે. બાળકોના સંબંધી મહેશ નાઈકે તેલંગાનામાં જણાવ્યુ કે બાળકોન અપિતા શ્રીનિવાસ નાઈક અમેરિકા રવાના થઈ ગયા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે કારીના પતિ ડેની અને તેમનો પુત્ર કોલ કોઈ રીતે બચી નીકળવામાં સફળ રહ્યા. એવુ માનવામાં આવી રહ્ય છે કે બંને બચી ગયા છે. ચર્ચે જણાવ્યુ કે આ સમયે અમે મિશનરી બાળકો સંબંધમાં ગોપનીયતા બનાવી રાખવાની માંગ કરે છે. તેમનો પરિવાર ભારતથી આવી રહ્યો છે અને તેમને ઘટના વિશે બતાવ્યુ છે. ભારતીય કિશોર મિસીસિપીમાં ફ્રેંચ કૈપ એકેડમીમાં અભ્યાસ કરી રહ્યા હતા. અકેટેમીએ કહ્યુ કે આ ઘટનાથી તેઓ ખૂબ જ દુખી છે.
ચાર વર્ષથી કોડરાઈટ પરિવારને ઓળખનારા કેથ પોટ્સે જણાવ્યુ કે બાળકો મિસીસિપીના એક શાળામાં અભ્યાસ કરતા હતા. જ્યારે શાળામાં શિયાળાની રજાઓ પડી તો ભારતીય બાળકો પોતાના ઘરે ન જઈ શક્યા. તેથી કોડરાઈટ પરિવારે તેમને પોતાના જ ઘરમાં રહેવા માટે બોલાવી લીધા. કોલીરવિલેના મેયર સ્ટાન જૉયનેરે જણાવ્ય કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.