બ્રિટેનમાં એક એવા વ્યક્તિની વાત થઇ રહી છે સૌથી લાંબા સમય સુધી કોરોના પોઝીટીવ રહ્યો હતો. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ જાણકારી આપી છે કે, લગભગ દોઢ વર્ષ સુધી કોરોના સંક્રમિત રહ્યો હતો. NHS ફાઉન્ડેશન ટ્ર્સ્ટના એક્સપ્રટ ડૉ.લ્યૂક બ્લેગડન સ્નેલે જણાવ્યુ કે, દર્દીના મોત પહેલાં તે 505 દિવસ સુધી કોરોના પોઝીટીવ રહ્યો હતો.
આ કેસમાં પહેલીવાર એવુ બન્યુ છે કે, આટલા લાંબા સમય સુધી કોઇ દર્દી કોરોના પોઝીટીવ રહ્યું હોય.
આ કેસમાં જાણવામં આવ્યુ કે, લાબાં સમય સુધી કોવિડ પોઝીટીવ રહેનારા દર્દીઓમાં કેવા પ્રકારનં મ્યૂટેંશન હોય છે, અને શું તેનાથી કોરોનાના નવા વેરિયન્ટ પણ જન્મે છે?
ટીમે આવા દર્દી પર સ્ટડી કરીને જાણવા મળ્યુ કે, કોવિડ પોઝીટીવ રહેનારા તમામ દર્દીઓમાં HIV ,કેન્સર અથવા અન્ય બીમારીઓની સારવારના કારણે ઇમ્યૂનિટી સિસ્ટમ ઓછી થઇ જાય છે.
ઘણાં દર્દીઓ 73 દિવસ સુધી પોઝીટીવ રહ્યાં હતા, અને બે દર્દીઓ તો એક વર્ષથી ઓછા સમય સુધી કોરોના સંક્રમિત રહ્યાં હતા.
આ પહેલાની રિસર્ચમાં 335 દિવસ સુધી કોરોના પોઝીટીવ રહેનારા દર્દીનો કેસ સામે આવ્યો હતો. ત્યારે આ કેસને જ સૌથી લાંબા સમય સુધી કોરોના પોઝીટીવ રહેવાનો કેસ ગણવામાં આવતો હતો.
સ્નેલને જણાવ્યુ કે, લાંબા સમય સુધી જો કોઇ કોરોના પોઝીટીવ રહે છે, તો માનવામા આવે છે કે, વાયરસ તમારા શરીરમાંથી નીકળી ગયો છે, તેના લક્ષણો પણ હજી તમારા શરીરમાં છે. સતત સંક્રમણ થવાના કારણે શરીરમાં વાયરસ રહી જાય છે.